ભારતમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધવા લાગ્યા છે. હજુ ચાર દિવસ પહેલા દરરોજના 6 થી 7 હજાર કેસ નોંધાયા હતા તે આજે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કેસ વધીને સીધા 16,764 પાર પહોંચી જાય કોરોના ની ત્રીજી લહરના જાણે પ્રારંભ થઇ ગયો હોય તેવું લાગે છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજધાની દિલ્હી,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના ના કેસનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધ્યું છે જે ચિંતાજનક છે. નાતાલની ઉજવણી ના ભાગરૂપે કેસ આવ્યા હોવાનું તારણ પણ સામે આવે છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7585 દર્દી રિકવર થયા છે હાલ દેશમાં એક્ટિવ કેસ લોડ 91,361 પાર જોવા મળી રહ્યો છે .જે રીતે દેશમાં કેસ સામે આવી રહ્યા છે તે જોતા એક બે દિવસમાં જ એક્ટિવ કેની સંખ્યા એક લાખને પર કરી દેશે તેઉ જણાય છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 220 લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે.
ભારતમાં ઓમિકરોના ના કેસ પણ વધીને 1270 સુધી પહોંચ્યા છે. જોકે ગુજરાતથી રાહતના સમાચાર એ છે કે ગઈકાલે ગુજરાતમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો ન હતો. હાલ મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના 450 કેસ સામે આવ્યા છે જયારે દિલ્હીમાં 320 અને કેરળમાં 109 કેસ સામે આવ્યા છે જ્યારે ગુજરાતમાં 97 કેસ છે. કુલ 1270 કેસમાંથી 374 દર્દી રિકવર થયા છે.