બિહાર: રીગા શુગર મિલ શરુ કરવા માંગ

સીતામઢી: જનાધિકાર પાર્ટી પણ રીગા શુગર મિલ શરૂ કરવાના મેદાનમાં છે, મીલ શરૂ કરવા રાજ્ય સરકારનું ધ્યાન આકર્ષિત કરવા પક્ષના કાર્યકર્તાઓ આમરણાંત ઉપવાસ પર છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ રોશન ઉર્ફે પપ્પુ યાદવની વિનંતી પર ઉપવાસને જ્યુસ પીને ઉપવાસ સમાપ્ત કરાયા હતા. આ પ્રસંગે યાદવે કહ્યું કે, બે દિવસથી અમારા કાર્યકરો શુગર મિલ શરૂ કરવાની માંગ કરી ભૂખ હડતાલ પર ઉતર્યા છે. આ 40 હજાર ખેડૂત અને 700 મજૂરોની લડાઇ છે. પરંતુ શાસક પક્ષની સાથે વિપક્ષ પણ સામાન્ય લોકોની સમસ્યાઓની અવગણના કરી રહ્યો છે. જનાધિકાર પાર્ટી રાજ્યના શેરડીના ખેડુતો, મજૂરોના હક માટે લડશે અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે.

યાદવે જાહેરાત કરી હતી કે 26 માર્ચે બિહાર બંધ રહેશે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ રાઘવેન્દ્રસિંહ કુશવાહા, પ્રદેશ મહામંત્રી મહેન્દ્રસિંહ યાદવ, દિલીપ ખીહાર, અભિજિત સિંહ, પ્રકાશ ઝા, અવધ કિશોર યાદવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here