બિહારમાં ફરી બની શકે છે જેડીયુ-ભાજપની સરકાર; હાલ મતગણતરીમાં 133 સીટ પર આગળ

બિહાર ચૂંટણીમાં આજે અનેક ઉત્તર ચઢાવ જોવા મળ્યા હતા અને સવારે તેજસ્વી યાદવની પાર્ટી આગળ નીકળી નીતીશકુમાર અને NDAએ બાજી મારી હતી. બિહાર વિધાનસભાની 243 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણી માટે મતની ગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના વલણો અનુસાર, ફરી એક વખત એનડીએની ગઠબંધન સરકાર રાજ્યમાં નીતીશ કુમારના નેતૃત્વમાં સરકાર રચતી જોવા મળી રહી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર આજ સુધીમાં સવા કરોડ મતની ગણતરી કરવામાં આવી છે.

હાલ જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે મુજબ નીતીશકુમાર અને NDA ફરી સરકાર બનાવા જય રહી છે. હાલ છેલ્લા આંકડા મુજબ NDAના ઉમેદવારો 131 સીટ ઉપર આગળ જોવા મળી રહ્યા છે. જયારે તેજસ્વી યાદવ અને કોંગ્રેસના મહાગઠબંધનને 101 સીટ ઉપર લીડ છે જયારે અન્ય 11 ઉમેદવારો આ બંને પક્ષો કરતા આગળ છે. જોકે નીતીશકુમાર અને ભાજપ આગળ હોવાને કારણે અને ટ્રેન્ડથી પ્રોત્સાહિત ભાજપ કાર્યકરોએ શંખનાદ કર્યો હતા, જ્યારે જેડીયુના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. દરમિયાન દરભંગાથી ભાજપના ઉમેદવાર સંજય સરવાગીનો વિજય થયો છે. આ સિવાય કેટલાક નેતાઓએ તેમની હાર માટે ઈવીએમને દોષી ઠેરવ્યા છે. કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે તેનો બચાવ કર્યો છે. તેમનું કહેવું છે કે ઇવીએમ પર દોષારોપણ કરવાનું બંધ કરવાનો સમય આવી ગયો છે.તેમને જણાવ્યું હતું કે ઈવીએમ બેસ્ટ વ્યવસ્થા છે અને ભરોસાપાત્ર પણ છે.

હાલ ભાજપ 77 સીટ પર,જેડીયુ 48 સીટ પર આગળ છે જયારે આરજેડી 63 સીટ પર જયારે કોંગ્રેસ માત્ર 20 સીટ પર આગળ જોવા મળી રહી છે.જયારે લેફ્ટ 16 સીટ પર આગળ જોવા મળી રહ્યા છે. જોકે હજુ 45 થી 50 % મતની જ ગણતરી થઇ છે એટલે આ ફાઇનલ પરિણામ છે તેવું કહી ન શકાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here