સીતામઢી: બિહારના રાજકારણમાં રીગા સુગર મિલનો મુદ્દો ગરમાયો છે. ખેડુતો અને કિસાન સંગઠન સાથે મળીને હવે રાજકીય પક્ષો મિલ શરૂ કરવાની માંગ સાથે મેદાનમાં કૂદી પડ્યા છે. પપ્પુ યાદવનું નામ હવે આ એપિસોડમાં ઉમેરવામાં આવ્યું છે. સુગર મિલ શરૂ કરવા અને કૃષિ કાયદા રદ કરવાના મુદ્દે જન અધિકાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ સીતામઢી પહોંચ્યા હતા. તેમણે કિસાન-મઝદુર રોજગાર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન શેરડી ઉત્પાદકોની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે કહ્યું કે, રીગા ઓદ્યોગિક બ્લોક તરીકે જાણીતી છે પરંતુ, હાલની સરકારમાં વિનાશની આરે પહોંચી છે.
સુગર મિલ વહેલી તકે શરુ કરવામાં આવે તેવી માંગ કરવા તેમણે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. આ માટે તેમણે સંઘર્ષ સમિતિની રચના કરી છે.


















