બ્રાઝિલની બેંકો સુગર મિલોને નવું ધિરાણ આપવા રાજી નથી

691

કૃષિ સેક્ટરમાં બ્રાઝિલમાં કામ કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ખાંડ મિલો માટે અંધકારમય ભવિષ્ય ભાખ્યું છે.બ્રાઝિલમાં જે ખાંડ મિલો ચાલે છે તે મિલો દ્વારા બેંકમાં જે રકમ ભરપાઈ થવી જોઈએ તે થઇ નથી અને બેન્ક હવે ખાંડ મિલમાં ઈન્વેસ્ટ આપવા માટે રાજી ના હોવાનું બહાર આવ્યું છે.

બ્રાઝિલની ઇન્વેસ્ટમેન્ટ બેન્ક દ્વારા એવું તારણ કાઢ્યું છે કે બ્રાઝિલની 18 જેટલી ખાંડ મિલોની હાલત નબળી છે અને પોતાના યુનિટ ચલાવા માટે જે કેશ જોઈએ તે ઉપલબ્ધ ન હોવાનું ઇન્વેસ્ટમેન્ટ બેન્કના કૃષિ બિઝનેસ ઓફિસર પેડ્રો ફર્નાડીઝ જણાવ્યું હતું
તાજેતરમાં એક રિસર્ચ રિપોર્ટ જે તૈયાર કરવામાં આવ્યો તેમાં એવું તરણ નિખાર્યું છે અને બ્રાઝિલની 75 ખાંડ અને ઈથનોલ ઉત્પાદિત કંપનીની ઠીક નથી.આ કંપનીઓ દ્વારા 575 થી 600 મિલિયન ટન ખાંડ અને ઈથનોલ પ્રોસેસ કરી શકે તેવી ક્ષમતા આ વર્ષે હોવાનું જણાવાયું છે.પરંતુ આ 75 જેટલી કંપનીમાંથી માત્ર 36 કંપની જ હાલ નાણાકીય રીતે સ્થિર હોવાનું જાણવા મળે છે.શેરડી પ્રોસે કર્યા પછી જે આવક થવી જોઈએ તેમાં કોઈ ખાસો વધારો ન થયો હોવાનું પણ જાણવા મળે છે.

ફર્નાડીઝ વધુમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા શેરડીના પ્રોસેસમાં પણ ઘટાડો આવે તેવી સંભાવના છે ત્યારે નવું ઇન્વેસ્ટમેન્ટ આવું મુશ્કેલ છે અને બેન્ક પણ માર્કેટ સિનારિયો જોઈને આ હાલતમાં વધુ ઈંનવેસ્ટમેન્ટ કંપનીને આપે તેવું લાગી નથી રહ્યું અને સાથોસાથ ખાંડના વિશ્વ બજાર ભાવ પણ છેલ્લા 10 વર્ષના સૌથી નીચા જોવા મળી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયમાં જ 70 જેટલી ખાંડની મિલો બંધ થઇ ગઈ છે અને બાકીની મિલો જે 12 મિલિયન ટન શેરડીનું પીલાણ કરતી હતી તે હવે માત્ર 6 મિલિયન ટન પીલાણ કરે છે તેમ સાઉ પાઉલો ખાતેની રોબો બેન્કના મેનેજર મેનોએલ ડી ક્યુરોઝે જણાવ્યું હતું.

બ્રાઝિલમાં સતત ત્રીજા વર્ષે શેરડીના વાવેતર અને પાકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આ વર્ષે વાવેતરનો વિસ્તાર પણ ઘટ્યો છે. ત્યારે આ બિઝનેસમાં રિકવરીના ચાન્સ પણ ઓછા જોવા મળી રહ્યા છે અને એક અંદાઝ મુજબ 100 મિલિયન ટન પાક ઓછા થઇ તો પણ નવાઈ નહિ તેમ મેનોએલ ડી ક્યુરોઝે જણાવ્યું હતું.

એક અન્ય આર્થિક સલાહકાર વિલિયમ હેરનાન્ડિઝે જણાવ્યું હતું કે બ્રાઝિલની સુગર મિલ અને તેના વ્યાપક બિઝનેસમાં કોઈ એવી નોંધપાત્ર બાબત જોવા નથી મળતી કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઈ આકર્ષાઈ અને આ સિનારિયો હજુ કેટલો ચાલશે તે કહી ન શકાય અને હાલ તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જે આ અસેક્ટરમાં કરવામાં આવ્યું છે એ કેપિટલ કોસ્ટ કરતા પણ નીચે ચાલ્યું ગયું છે.તેમ ઇન્વેસ્ટમેન્ટ બેન્કના થિયાગો દુરતિ જણાવ્યું હતું। બલ્કે તેમને તો બહુ જ સ્પષ્ટ કહ્યું કે લોકો મોટી રકમ આ સેક્ટરમાં ગુમાવી રહ્યા છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here