બજેટ 2019: શું સસ્તુ થયું અને શું મોંઘુ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે આ વર્ષનું બજેટ રજુ કર્યું. સમગ્ર બજેટ ભાષણ દરમિયાન આવકવેરા મર્યાદામાં છૂટની જાહેરાતની રાહ જોતા ટેક્સ પેયર્સને સૌથી વધુ નિરાશા સાંપડી છે. વેપારી જગત સાથે સંકળાયેલા લોકો માટે પેન્શનની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત નાણાં મંત્રીએ પ્રદૂષણથી રાહત માટે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વ્યાજમાં રાહત આપવાની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે બજેટ બાદ કેટલીક ચીજો મોંઘી થઈ તો કેટલીક ચીજો સસ્તી થઈ જશે. આવો આપણે જાણીએ કઈ ચીજોના ભાવ વધશે અને કઈ ચીજોના ભાવ ઘટશે.

આ વસ્તુઓ થશે મોંઘી

તમાકુ ઉત્પાદનો મોંઘા થશે
પેટ્રોલ ડીઝલ મોંઘુ થશે
સોના ચાંદી જેવી અતિ કિંમતી ધાતુઓ મોંઘી થશે
ઈમ્પોર્ટેડ બુક્સ મોંઘી થશે
માર્બલ-ટાઈલ્સ મોંઘા થશે
પીવીસી પાઈપ મોંઘી થશે
ઓપ્ટિકલ ફાઈબર
સ્ટેનલેસ સ્ટિલના ઉત્પાદનો
મૂળ ધાતુના ફિટિંગ્સ
ફ્રેમ અને સામાન
એરકન્ડિશનર (એસી)
લાઉડસ્પીકર
વીડિયો રેકોર્ડર
સીસીટીવી કેમેરા
વાહનના હોર્ન
સિગારેટ
આ વસ્તુઓ થશે સસ્તી

બજેટ બાદ હોમ લોન સસ્તી થશે. એટલે કે ઘર ખરીદવું સસ્તુ થશે. (સસ્તા ઘરો માટે વ્યાજ પર 3.5 લાખ રૂપિયાની છૂટ.)
ઈલેક્ટ્રિક કારો સસ્તી થશે
લેધરનો સામાન સસ્તો થશે
લિથિયમ બેટરી સસ્તી થશે
સાબુ, શેમ્પુ, ટુથપેસ્ટ
માથામાં નાંખવાનું તેલ
ડિટરજન્ટ
વીજળીના ઘરેલુ સામાન જેમ કે પંખા, લેમ્પ
બ્રીફકેસ, ટ્રાવેલ બેગ, સેનિટરી વેર
બોટલ, કન્ટેનર
રસોઈમા વપરાતા વાસણો, ગાદલા, બિસ્તર
ચશ્માની ફ્રેમ, વાંસનું ફર્નિચર
પાસ્તા, મેયોનિઝ, ધૂપબત્તી
નમકીન, સૂકું નારિયેળ
સેનેટરી નેપકિન
ઉન અને ઉની દોરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here