બમ્પર કમાણીની તક! દિવાળી પહેલા 12થી વધુ કંપનીઓના IPO આવશે

દિવાળી પહેલા એક ડઝન નાની-મોટી કંપનીઓના IPO આવવાના છે. આ IPO દ્વારા કંપનીઓ બજારમાંથી 15 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ સપ્તાહ દરમિયાન, સેલો વર્લ્ડ અને બ્લુ જેટ હેલ્થકેરે IPOની તારીખની જાહેરાત કરી દીધી છે.

અન્ય કંપનીઓ જેમનો IPO આવી રહ્યો છે તેમાં Tata Technologies, Mamaearth, ASK Automotive, Proteus eGarv Technologies, Fedbank Financial Services, ESAF Small Finance Bank, Flair Writing Industries અને Credo Brand Marketingનો સમાવેશ થાય છે. સેલો વર્લ્ડ તરફથી સૌથી વધુ રૂ. 1,900 કરોડનો IPO આવી રહ્યો છે.

સેલો વર્લ્ડ કન્ઝ્યુમર વેર, લેખન સાધનો અને સ્ટેશનરીના વ્યવસાયમાં અગ્રણી કંપની છે. તેનો IPO 30 ઓક્ટોબરે ખુલશે અને 1 નવેમ્બરે બંધ થશે. કંપનીની પ્રાઇસ બેન્ડ 617 થી 648 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. જ્યારે બ્લુજેટ હેલ્થકેરનો IPO 27 ઓક્ટોબરે ખુલશે, જે રૂ. 840 કરોડનો IPO હશે.

એવી અપેક્ષા છે કે ટાટા ટેક્નોલોજીનો IPO નવેમ્બરના પહેલા કે બીજા સપ્તાહમાં ગમે ત્યારે બહાર પડી શકે છે. ટાટા ગ્રૂપનો બે દાયકામાં આ પહેલો IPO હશે. અગાઉ TCSનો IPO 2004માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ટાટા ટેકનોલોજી આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 450 થી રૂ. 500 વચ્ચે હોઇ શકે છે.

Mamaearth કંપની આગામી સપ્તાહ દરમિયાન IPO દ્વારા રૂ. 1,650 કરોડ એકત્ર કરશે. આ IPO તાજા ઈશ્યુ દ્વારા રૂ. 400 કરોડ અને 46.8 મિલિયન શેરનું વેચાણ કરશે.

નોંધનીય છે કે 36 કંપનીઓએ રૂ. 28,330 કરોડની મૂડી ઊભી કરી છે, જે વર્ષ 2022માં 40 કંપનીઓના રૂ. 59,302 કરતાં ઘણી ઓછી છે. વર્ષ 2023માં, 37 IPO માંથી માત્ર બે જ તેમની ઇશ્યૂ કિંમતથી નીચે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે ચાર IPOએ રોકાણકારોની સંપત્તિ બમણી કરી છે. જ્યારે 14 કંપનીઓએ 30 થી 80 ટકા સુધીનું વળતર આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here