અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે બસ પલટીઃ 21 નાં મોત

અંબાજી નજીક ત્રિસુલિયા ઘાટ પાસે બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 50 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસમાં આશરે 70 થી પણ વધુ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તોમાંને સારવાર અર્થે 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી છે.અંબાજી નજીક અકસ્માતમાં 21 લોકોના મોત જેમાં 14 પુરુષો,3 સ્ત્રીઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.

અંબાજી પાસે આવેલા ત્રિશુલિયા ઘાટમાં વરસાદને કારણે બસ પલટી મારી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આ ખાનગી બસની ટ્રાવેલ્સમાં અકસ્મત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ગંભીર અક્સાતમાં પાંચ લોકોના મોત થયા હોવના અહેવાલ મળી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

સીએમ વિજય રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે યાત્રાળુ બસને થયેલા માર્ગ અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરી વિગતો મેળવી હતી. મુખ્મંત્રીએ આ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક યોગ્ય સારવારનો પ્રબંધ કરવા પણ જીલ્લા કલેકટર અને તંત્રને સૂચનાઓ આપી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here