નવેમ્બર 15 સુધીમાં ગત વર્ષની સરખામણીમાં ખાંડનું ઉત્પાદન 15% ઘટ્યું 

નવેમ્બર 15, 2018 સુધીમાં ભારતમાં ખાંડનું કુલ ઉત્પાદન 11.63 લાખ ટન  જેટલું થવા પામ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 15% જેટલું ઓછું છે.ગત વર્ષે  15 નવેમ્બર 2017ના રોજ ખાંડનું ઉત્પાદન 13.73 લાખ ટન  જેટલું હતું 
ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન(ઈસ્મા) દ્વારા જણાવાયું છે કે આ સમયની સરખામણીમાં ગત વર્ષની 15% જેટલું ઉત્પાદન વધુ હતું। આ વર્ષે જે ઉત્પાદન ઘાટું છે તેનું એક મુખ્ય કારણ એ છે કે ઉત્તર પ્રદેશમાં શેરડીના પીલાણનું કામ ઘણું મોડું શરુ થયું હતું 
ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે તે મુજબ 15 નવેમ્બર 2017 ના રોજ 349 જેટલી ખાંડ મિલો શેરડીના પીલાણમાં કાર્યરત હતી જયારે આ વર્ષે એ જ સમાય દરમિયાન 238 જેટલી મિલો દ્વારા જ શેરડીનું ક્રશિંગ કરવામાં આવ્યું છે અને તેને કારણે પણ ઉત્પાદન ઘટ્યું છે
ઉત્તર પ્રદેશમાં મોટા ભાગની સુગર મિલો દ્વારા નવેમ્બરના પ્રથમ હાફમાં શેરડીનું ક્રશિંગ શરુ કરવામાં આવ્યું હતું  જયારે ગયા વર્ષે તો ઓક્ટોબરમાં જ 38 જેટલી મિલો દ્વારા ક્રશિંગ શરુ કરી દેવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે ઉત્તર પ્રદેશમાં પીલાણ મોડું શરુ કરતા આ સમય દરમિયાન માત્ર 1.76 લાખ ટન  ખાંડ નું ઉત્પાદન થઇ શક્યું હતું જે આ સમય દરમિયાન ગયા વર્ષે 5.67 લાખ ટન  હતું અને અહીં ગયા વર્ષની સરખામણીમાં 7 મિલો દ્વારા ક્રશિંગ શરુ કરાયું જ નથી 
જોકે ઉત્તર પ્રાદેહની સરખામણીમાં મહારાષ્ટ્રમાં કેટલીક મિલો દ્વારા ઓક્ટોબર મહિનામાં જ ક્રશિંગ શરુ કરી દેવાયું હતું।જોકે નવેમ્બર 15,2018 સુધીમાં મહારાષ્ટ્રમાં 108 સુગર મિલો દ્વારા પીલાણ થતું હતું  અને ત્યાં 6.31  લાખ ટન  ખાંડનું ઉત્પાદન પણ થયું છે  જે ગયા વર્ષે આ જ સમાય દરમિયાન 3.26 લાખ ટન  હતું

કર્ણાટકની વાત કરીએ તો 2018 ના નવેમ્બર 15 ના રોજ 36 ખાંડ  મિલોમાં કામકાજ ચાલુ હતા અને 1.85 લાખ ટન  ખાંડ ઉત્પાદિત કરવામાં આવી છે જે ગયા વર્ષે 59 મિલોના કામકાજની મદદથી 3.71 લાખ ટન   હતું 
આ ઉપરાંત 14 જેટલી ખાંડ મિલો ગુજરાતમાં પણ  કાર્યરત છે અને આ 14 મિલો દ્વારા 1.05 લાખ ટન  ખાંડ ઉત્પાદિત થઇ હતી જે ગયા વર્ષે 15 મિલો દ્વારા માત્ર 80.000 ટન  જ હતી 
જયારે તામિલનાડુમાં 4 મિલો દ્વારા 60,000 ટન  ખાંડ ઉત્પાદિત કરવામાં આવી છે જે ગયા વર્ષે આ જ સમય દરમિયાન 5 મિલો હોવા છતાં માત્ર 17,000 ટન   જ હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here