મંત્રીમંડળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (બીઇએસએસ)ના વિકાસ માટે વાયબિલિટી ગેપ ફંડિંગ નામની યોજનાને મંજૂરી આપી

માનનીય પ્રધાનમંત્રી શ્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ)નાં વિકાસ માટે વાયબિલિટી ગેપ ફંડિંગ (વીજીએફ)ની યોજનાને મંજૂરી આપી છે. મંજૂર થયેલી યોજનામાં વર્ષ 2030-31 સુધીમાં બીઇએસએસ પ્રોજેક્ટનાં 4,000 મેગાવોટનાં વિકાસની કલ્પના કરવામાં આવી છે, જેમાં વાયબિલિટી ગેપ ફંડિંગ (વીજીએફ)નાં સ્વરૂપે અંદાજપત્રીય સહાયતા સ્વરૂપે મૂડીગત ખર્ચનાં 40 ટકા સુધીની નાણાકીય સહાયતા મળશે. સરકાર દ્વારા લેવામાં આવેલા પર્યાવરણ તરફી પગલાંની લાંબી સૂચિમાં એક જળવિભાજક ક્ષણ, આ પગલાથી બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સના ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે, જે તેમની સધ્ધરતામાં વધારો કરશે.

સૌર અને પવન ઊર્જા જેવા પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોની સંભવિતતાનો ઉપયોગ કરવા માટે રચાયેલી આ યોજનાનો ઉદ્દેશ નાગરિકોને સ્વચ્છ, ભરોસાપાત્ર અને વાજબી વીજળી પૂરી પાડવાનો છે. બીઈએસએસ યોજનાનાં વિકાસ માટે વીજીએફ રૂ. 9,400 કરોડનાં પ્રારંભિક ખર્ચ સાથે રૂ. 3,760 કરોડનાં અંદાજપત્રીય સમર્થન સહિત, સ્થાયી ઊર્જા સમાધાનો માટે સરકારની કટિબદ્ધતાને સૂચવે છે. વીજીએફ (VGF) ટેકો આપીને આ યોજનાનો લક્ષ્યાંક રૂ. 5.50-6.60 પ્રતિ કિલોવોટ-કલાક (કેડબલ્યુએચ) સુધીનો લેવલાઇઝ્ડ કોસ્ટ ઓફ સ્ટોરેજ (એલસીઓએસ) હાંસલ કરવાનો છે, જે સંગ્રહિત પુનઃપ્રાપ્ય ઊર્જાને સમગ્ર દેશમાં પીક પાવર ડિમાન્ડનું વ્યવસ્થાપન કરવા માટે એક લાભદાયક વિકલ્પ બનાવે છે. વીજીએફનું વિતરણ બીઇએસએસ પ્રોજેક્ટ્સના અમલીકરણના વિવિધ તબક્કાઓ સાથે જોડાયેલા પાંચ શાખાઓમાં કરવામાં આવશે.

આ યોજનાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે, બીઇએસએસ પ્રોજેક્ટ ક્ષમતાના ઓછામાં ઓછા 85 ટકા વિતરણ કંપનીઓ (ડિસ્કોમ્સ) ને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી વીજળી ગ્રીડમાં નવીનીકરણીય ઉર્જાના એકીકરણમાં વધારો થવાની સાથે ટ્રાન્સમિશન નેટવર્કના ઉપયોગને ઓપ્ટિમાઇઝ કરતી વખતે બગાડને પણ ઘટાડશે. આના પરિણામે, તેનાથી ખર્ચાળ માળખાગત અપગ્રેડેશનની જરૂરિયાતમાં ઘટાડો થશે.

વીજીએફ અનુદાન માટે બીઇએસએસ ડેવલપર્સની પસંદગી પારદર્શક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે હાથ ધરવામાં આવશે, જે જાહેર અને ખાનગી ક્ષેત્રની એમ બંને કંપનીઓ માટે સમાન તકને પ્રોત્સાહન આપશે. આ અભિગમ તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપશે અને બીઇએસએસ માટે મજબૂત ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહિત કરશે, નોંધપાત્ર રોકાણો આકર્ષિત કરશે અને સંલગ્ન ઉદ્યોગો માટે તકોનું સર્જન કરશે.

ભારત સરકાર સ્વચ્છ અને હરિયાળા ઊર્જાના ઉપાયોને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે અને બીઈએસએસ યોજના આ વિઝનને હાંસલ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. પુનઃપ્રાપ્ય ઊર્જાની શક્તિનો ઉપયોગ કરીને અને બેટરીના સંગ્રહને અપનાવવા માટે પ્રોત્સાહિત કરીને, સરકારનું લક્ષ્ય તમામ નાગરિકો માટે ઉજ્જવળ અને હરિયાળું ભવિષ્ય બનાવવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here