કેમરૂનની 42,000 ટન ખાંડની આયાત કરવાની યોજના

યાનોન્ડે: કેમરૂન સ્થાનિક વપરાશ માટે આશરે 42,000 ટન ખાંડની આયાત કરવાની યોજના ધરાવે છે. 3 જૂનના રોજ, પ્રેસિડેન્સીના મહાસચિવ ફર્ડિનાન્ડ નગોહે ખાંડની આયાત અંગે વાણિજ્ય પ્રધાનને પત્ર મોકલ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું છે કે, વર્ષ 2022 દરમિયાન સ્થાનિક વપરાશ માટે 42,000 ટન ખાંડની આયાત કરવામાં આવશે.દેશે ખાંડની આયાત કરવા માટે 11.1 અબજ FCFAની જોગવાઈ કરી છે.

સરકાર દ્વારા ખાંડની આયાત કરવા માટે ચાર કંપનીઓને અધિકૃત કરવામાં આવી છે. તેમાં  Ketcha group 15,000 ટન),  Essong Sari (7,000 ટન), Collectif des importateurs du Nord-ouest et du Sud-ouest” (15,000 ટન) અને  Liman et Fils based in Maroua  (5,000 ટન) કંપનીનો સમાવેશ થાય છે કે જેમને આયાત કરવાની છૂટ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here