શેરડી-ખાંડના ખેડૂતોનો મુદ્દો 2019ના મિશનની હાર-જીત નક્કી કરશે?

હાલ તો નરેન્દ્ર મોદીની સરકાર પાંચ રાજ્યોની જાહેર થયેલી ચૂંટણી પર ફોકસ કરી રહી છે પણ 2019ની લોક સભા ઇલેક્શનમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં શેરડી અને ખાંડનો મુદ્દો મુખ્ય બની રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. સરકાર દ્વારા અનેક પેકેજ તો જાહેર કરવામાં આવ્યા છે પણ તેમ છતાં ભાજપના ભગવા કેમ્પમાં હજુ પણ આ વિષયને લઈને ચિંતા પ્રસરેલી છે.બલ્કે કેરાના ઉપ ચૂંટણીમાં જે રીતે શેરડીનો મુદ્દો મુખ્ય બન્યો અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો તે હજુ ભાજપ ભુલ્યો નથી અને ખેડૂતોને જે નાણાં દેવાના છે તે મુદ્દે વડા પ્રધાન,મુખ્ય મંત્રી અને શેરડી માટેના રાજ્ય મંત્રી પણ અસહજ બન્યા છે અને આ મુદ્દાને લઈને સરકાર હજુ પણ ખેડૂતોના ગુસ્સાને ઓછો કરી શકી નથી. અને તેમાં પણ 2018-19નું વર્ષ સરકાર માટે વધુ મુસીબત લાવે તેવું લાગી રહ્યું છે. અને સત્તામાં રહેલી સરકારના 2019ના મિશનની હાર જીત પણ નક્કી કરી શકે તેમ છે.
આ વખતે શેરડીનું બમ્પર ઉત્પાદન થવા જઈ રહ્યું છે. ત્યારે ગત વર્ષે તો સરકારે ખેડૂતોનો ગુસ્સો એક ય બીજી રીતે શાંત કરવાની કોશિશ કરી હતી પણ આ વર્ષે શું કરશે તે એક સવાલ છે.ખેડૂતોને દેવાપાત્ર રકમ હજુ પણ મોટી સમસ્યા છે અને સરકારે 2019ની ચૂંટણીને ધાયનમાં લઈને કેવી રીતે ઉકેલે છે તે એક પ્રશ્ન છે અને તેનું શું અસર ચૂંટણી પર થશે તે બીજો પ્રશ્ન છે

જોકે યોગી આદિત્યનાથ હવે શેરડીનો મુદ્દો બરાબર સમજી ગયા હોઈ તેમ લાગે છે અને બીજા વિકલ્પ પણ સૂચવી રહ્યા છે અને હવે શેરડીને બદલે શાકભાજી અને નાય પાક તરફ ખેડૂતોને વળવાની સલાહ પણ આપી ચુક્યા છે. પણ આ બયાનની પાછળ મુખ્ય મંત્રીની શેરડીના મુદ્દો ચિંતાનો વિષય બની ગયો છે તેવું પણ પ્રસ્થાપિત થાય છે.
તેમાં પણ આ વર્ષે રેકોર્ડ ઉત્પાદન થયું છે અને વાવેતરનો વિસ્તાર પણ વધ્યો છે. એકલા સહારનપુર મંડળની જ વાત કરીએ તો અહીં 14578 હેક્ટર વાવેતર વધ્યું છે જયારે શામલીમાં 7244 હેક્ટરમાં વધ્યું છે.
આ બધાની વચ્ચે ખેડૂતોને દેવા પાત્ર રકમ અને તેની પર્ચી મુખ્ય મુદ્દો બન્યા વગર નહિ રહે.એકલા ઉત્તર પ્રદેશમાં જ 44 સીટ એવી છે કે જ્યાં શેરડીનો મુદ્દો અસર કરી શકે તેમ છે. ત્યારે સરકાર કેવી રીતે ખેડૂતોને ખુશ કરે છે તેના પર લોક સભાની ચૂંટણીના પરિણામોનો મદાર છે.

SOURCEChiniMandi

2 COMMENTS

  1. yes yes it will be key issue in terms of lok sabha polls but i think the present govt is very clever.they will make all efforts to keep them at their will and they will succeed also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here