કેનેડા: ઓન્ટારિયો સરકારની Kawartha Ethanol માં $2.5 મિલિયનનું રોકાણ કરવાની યોજના

 

ટોરોન્ટો: ઓન્ટારિયો સરકાર કવાર્થા ઇથેનોલ કંપનીના હેન્ડ સેનિટાઇઝર્સની ઉત્પાદન ક્ષમતાને વિસ્તારવા માટે $2.5 મિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આર્થિક વિકાસ, જોબ સર્જન અને વેપાર મંત્રી વિક ફેડલીએ ઓન્ટારિયો ટુગેધર ફંડ દ્વારા ભંડોળની જાહેરાત કરી હતી. હેન્ડ સેનિટાઇઝર માટે જરૂરી ઉચ્ચ-ગ્રેડ, શુદ્ધ ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટે કંપનીની $37M રોકાણ યોજનાનો આ એક ભાગ છે.

Kawartha Ethanol કંપનીના પ્રમુખ ડેરેલ ડ્રેને જણાવ્યું હતું કે તેના કોર્ન પ્લાન્ટમાં 100 મિલિયન લિટર ઇથેનોલનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. નવીનતમ રોકાણ સેનિટાઇઝર્સ માટે વાર્ષિક 60 મિલિયન લિટર ઉચ્ચ ગ્રેડ શુદ્ધ ઇથેનોલનું ઉત્પાદન કરવાની ક્ષમતાને વિસ્તૃત કરવામાં મદદ કરશે. ડ્રેને જણાવ્યું હતું કે, Kawartha Ethanol ઑન્ટેરિયો સરકારના આ મહત્વપૂર્ણ સમર્થનની પ્રશંસા કરે છે, જે નવા બજારોમાં નવા ઉત્પાદનો સાથે પ્રદેશમાં નોકરીઓનું સર્જન કરવાના અમારા પ્રયત્નોને વધારશે. ડ્રેને જણાવ્યું હતું કે વિસ્તરણ યોજનામાં 16 લોકોની ભરતીનો સમાવેશ થાય છે, જેમાંથી મોટાભાગના લેબ ટેકનિશિયન તરીકે કામ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here