કાર નિર્માતાઓને ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવાની સૂચના આપવામાં આવશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં કાર ઉત્પાદકોને વાહનોમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવાની સૂચના આપવામાં આવશે. હું આગામી 2-3 દિવસમાં એક ફાઇલ પર હસ્તાક્ષર કરવાનો છું જેમાં કાર નિર્માતાઓને 100 ટકા બાયો-ઇથેનોલ પર ચાલતા એન્જિન બનાવવાનું કહેવામાં આવશે, એમ ગડકરીએ ડૉ. મંગલમ સ્વામીનાથન ફાઉન્ડેશન નેશનલ એવોર્ડ સમારોહ 2021ને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું.

મંત્રી ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં હાલમાં દર વર્ષે 8 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલ, ડીઝલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરવામાં આવે છે. જો દેશમાં આ રીતે વપરાશ ચાલુ રહેશે તો આગામી 5 વર્ષમાં તેની આયાત વધીને 25 લાખ રૂપિયા થઈ જશે. ગડકરીએ કહ્યું કે, ટોયોટા મોટર કોર્પોરેશન, સુઝુકી અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના એમડીએ મને ખાતરી આપી છે કે બ્રાઝિલ, યુએસએ અને કેનેડાની જેમ આપણા દેશમાં વાહનો 100 ટકા બાયો-ઈથેનોલ પર ચાલશે.જે 00% અમારા ખેડૂતો ઉત્પાદિત હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here