સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર પછી લંબાવ્યો

નવી દિલ્હી: સ્થાનિક બજારમાં ખાંડની કિંમત સ્થિર રાખવા માટે કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબરથી આગળ વધારી દીધો છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ બુધવારે જાહેરાત કરી હતી કે ખાંડની તમામ જાતોની નિકાસ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબરથી આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યો છે.

DGFTએ બુધવારે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, “ખાંડ (રો સુગર, વ્હાઇટ શુગર, રિફાઇન્ડ શુગર અને ઓર્ગેનિક શુગર)ની નિકાસ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર, 2023 પછી લંબાવવામાં આવ્યો છે. અન્ય પરિસ્થિતિઓમાં કોઈ ફેરફાર થયો નથી.

આ વર્ષે દુષ્કાળના કારણે શેરડી ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. જેના કારણે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દેશમાં ખાંડના ભાવ ન વધે અને ગ્રાહકોને મોંઘવારીનો સામનો ન કરવો પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here