ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી પર સિલિન્ડર દીઠ રૂ. 200 નો કાપ; રક્ષાબંધન પર બહેનોને સરકારની ભેટ

નવી દિલ્હીઃ મોદી સરકારે દેશવાસીઓને ખુશખબર આપી છે.મહિલાઓનું કિચન બજેટ હવે થોડું ઓછું થઈ શકે છે. દેશભરમાં રસોઈ બનાવવા માટે એલપીજીનો વ્યાપક ઉપયોગ થાય છે. જેમ જેમ તેમના ભાવ વધતા ગયા તેમ તેમ રસોડાનું બજેટ પણ વધ્યું. પરંતુ હવે મોદી સરકારે એલપીજી પર રસોઈ બનાવનારાઓને ભાવમાં ઘટાડો કરવાની ભેટ આપી છે.સરકારે 14 કિલોના રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી છે કે, ઉજ્જવલા યોજના હેઠળ, LPG પર સિલિન્ડર દીઠ 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

સરકાર છેલ્લા ઘણા દિવસોથી રાંધણ ગેસ પર સબસિડીની સમીક્ષા કરી રહી છે. તેની કિંમત અંગે વડાપ્રધાન કાર્યાલયમાં સમીક્ષા પણ કરવામાં આવી છે.એલપીજીના દરમાં ઘટાડો કરવા માટે સંમત થયા બાદ અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી છે. કેબિનેટે સિલિન્ડર પર વધારાની સબસિડીને મંજૂરી આપી છે. પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની વધારાની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે, તેથી સિલિન્ડર દીઠ 200 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. રક્ક્ષાબંધન પાર આ જાહેરાત કરવામાં આવતા બહેનોને સરકારની ભેટ મળી છે.

14 કિલોના સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત મુંબઈમાં 1002.50 રૂપિયા છે. દિલ્હીમાં તેની કિંમત લગભગ 1003 રૂપિયા છે. મુંબઈમાં સબસિડી વિનાના સિલિન્ડરની કિંમત 1102 રૂપિયા છે. દિલ્હીમાં તેની કિંમત 1103 રૂપિયા છે. તેને ધ્યાનમાં રાખીને સરકાર પર દબાણ કરવામાં આવ્યું હતું.

સિલિન્ડર દીઠ 200 રૂપિયાની વધારાની સબસિડી મંજૂર કરવામાં આવી છે, પરંતુ સબસિડીનો બોજ માત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પર નહીં પડે. આ સબસિડીનો બોજ પણ સરકાર ઉઠાવશે.સરકાર પર કેટલો બોજ પડશે અને OMCs પર કેટલો પડશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ભાવ ઘટાડવાના નિર્ણયથી સરકાર પર 7500 કરોડનો બોજ પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here