કોન્તનુંર સ્થિત સુગર મિલ ચાલુ થતા શેરડીના ખેડૂતોએ લીધો રાહતનો દમ

100

કોન્તનુર સ્થિત જિલ્લાની એક માત્ર સુગર મિલ, બણણાની અમાન સુગર મિલ શરુ થતા અહીંના શેરડીના ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. લોકડાઉનને કારણે આ મીલ શરુ થશે કે નહિ તે વાતને લઈને શેરડીના ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.સુગર મિલના પ્રબંધકો દ્વારા જિલ્લા વહીવટ તંત્ર તરફથી શેરડી પીલાણની મજૂરી મળતા શેરડીના ખેડૂતોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

આ વર્ષે આ સુગર મિલ મોડી શરુ થવાથી શેરડીનો ઉભો પાક સુકાઈ રહ્યો હતો. જો આ મિલ શરુ થઇ શકી ન હોત તો અહીંના શેરડીના ખેડૂતોને પોતાની શેરડી તામિલનાડુની મિલોમાં લઇ જવાની તૈયારી કરાવી પડત, મિલના ચાલકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મિલમાં દરરોજ 3,600 ટન શેરડીના પીલાણની કામગીરી થઇ શકશે.પ્રતિ દિવસ અહીંયા સુગર મિલમાં 20 મેગાવોટ વીજળીનું ઉત્પાદન પણ કરવામાં આવશે આ વીજળી ઉત્પાદનમાથી 7 મેગાવોટ વીજળી સુગર મિલ માટે રાખીને બાકીની વીજળી કેપિસિટીએલ કંપનીને વેંચી નાખવામાં આવે છે.તેમાંથી જે આવક થશે તે રકમ તુરંત કે ખેડૂતોને બાકી નીકળતા નાણાં પેટે આપી દેવામાં આવશે.

મેસુરુ અને ચામરાજનગરના 11 હજાર જેટલા ખેડૂતો પાસેથી 2,874 રૂપિયા પ્રતિ ટન ના ભાવે શેરડી ખરીદવામાં આવશે.આ મિલમાં 3,200 જેટલા કર્મચારીઓ કામ કરે છે.યમરાજનગર ગ્રીન ઝોનમાં આવતો હોવા છતાં સુગર મિલ દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા અધિકારી એમ. આર. રવીના કહેવા અનુસાર આ મિલમાં દરવર્ષે 68,000 મેટ્રિક ટન શેરડીનું ક્રશિંગ કરવામાં આવે છે. મિલમાંસામાજિક દુરી બનાવીને 50% સ્ટાફ સાથે મિલ ચલાવા આદેશ કરવામાં આવ્યો છે.ઉપરાંત કર્મચારીઓ માટે વ્યક્તિગત સેફટીના સાધનોનો ઉપયોગ અને તે સુવિધા ઉપલબ્ધ કરવાનું પણ કહી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here