છત્તીસગઢ: શુગર મિલમાં કામદારોની હડતાળ

કબીરધામઃ જિલ્લાની પાંડેરિયા સરદાર વલ્લભભાઈ પટેલ સહકારી શુગર મિલમાં યુનિયનના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાના વિરોધમાં મજૂર સંઘે વિરોધ શરૂ કર્યો છે. આ મિલના મેનેજમેન્ટ દ્વારા કેટલાક કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, જેના વિરોધમાં ભારતીય કર્મચારી સંઘે હવે ફેક્ટરી મેનેજમેન્ટ સામે આંદોલન શરૂ કર્યું છે.

ETV ભારત દ્વારા પ્રકાશિત સમાચાર મુજબ, શુક્રવારે મિલ મેનેજરને કાઢી મૂકેલા કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી. ભારતીય કર્મચારી સંઘે એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે અને હડતાળની ચેતવણી આપી છે, પરંતુ મેનેજમેન્ટે કર્મચારીઓની આ માંગને ફગાવી દીધી છે. આથી શનિવારે મિલમાં કામ કરતા સેંકડો કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસી ગયા હતા.

હડતાળ પર બેઠેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે મેનેજમેન્ટ મનસ્વી રીતે કામ કરી રહ્યું છે. ઘણા કર્મચારીઓની માહિતી અને આઈડી ડિલીટ કરીને તેમને નોટિસ આપ્યા વિના કાઢી મૂકવામાં આવી રહ્યા છે. કામદારોની માંગ છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ કાઢી મૂકેલા કર્મચારીઓને કામ પર પાછા નહીં લે ત્યાં સુધી કોઈ કામ કરશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here