કોર્ટમાં પેશી અગાઉ ચિદમ્બરમની ફરીથી પૂછપરછ, રિમાન્ડ પેપર અંગે અધિકારીઓની મીટિંગ

INX મીડિયા કેસમાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમની ફેર સીબીઆઈ પૂછપરછ શરૂ થઈ ગઈ છે. સીબીઆઈના ડીએસપી, એસપી અને ડીઆઈજી રેન્કના અધિકારીઓ ચિદમ્બરમની પૂછપરછ કરી રહ્યાં છે. આ બાજુ રિમાન્ડ પેપર તૈયાર કરવાને લઈને ડાઈરેક્ટર સીબીઆઈ, ડાઈરેક્ટર પ્રોસિક્યુશન, અને જોઈન્ટ ડાઈરેક્ટર ઈકોનોમિક ઓફેન્સની મીટિંગ ચાલુ છે.

પી ચિદમ્બરમને આ જે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરાશે. આઈએનએક્સ મીડિયા સંલગ્ન ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલાઓમાં આરોપી ચિદમ્બરમને બપોરે 2 વાગે સ્પેશિયલ સીબીઆઈ જજ અજય કુમાર કુહારની કોર્ટ (રાઉઝ એવન્યુ)માં રજુ કરાશે. સીબીઆઈની દલીલ રહી છે કે ચિદમ્બરમ પૂછપરછમાં સહયોગ કરતા નથી અને સવાલોના ગોળગોળ જવાબ આપે છે. હવે સીબીઆઈએ ચિદમ્બરમને પૂછવા માટે 100થી વધુ સવાલ તૈયાર કર્યા છે. આ સાથે જ સીબીઆઈએ ચિદમ્બરમ દ્વારા પહેલા અપાયેલા જવાબોને કાઉન્ટર કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્રી પુરાવા ભેગા કર્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચિદમ્બરમ કોર્ટમાં જામીન માટે અરજી પણ દાખલ કરી શકે છે.

સૂત્રો મુજબ સીબીઆઈ દ્વારા પૂછવામાં આવનારા સવાલો કઈંક પ્રકારે હશે.

– નોટિસ સર્વ થયા બાદ પણ તમે તપાસમાં સામેલ કેમ ન થયા?
– હાઈકોર્ટે વચગાળાના જામીનની અરજી ફગાવી ત્યારબાદથી લઈને AICCમાં પીસી વચ્ચે તમે ક્યાં હતાં?
– આ દરમિયાન  તમે ક્યાં કયાં ગયાં અને કોની કોની સાથે મુલાકાત થઈ?
– તમારો મોબાઈલ ફોન બંધ હતો, આ દરમિયાન તમે કયા નંબર વાપર્યા?
– અમને જાણકારી મળી છે કે INX મીડિયા કેસમાં લાંચના રૂપિયાથી તમે દેશ અને વિદેશમાં પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે જેમાંથી કેટલીક જાણકારી અમને છ, તેના પર તમારો શું જવાબ છે, સોર્સ ઓફ ઈન્કમ શું હતો?

– વિદેશોમાં કેટલી શેલ્સ કંપનીઓમાં લાંચના રૂપિયા રોકવામાં આવ્યાં, 200 શેલ કંપનીઓ અંગે જાણકારી મળી છે, તેનું શું કહેવું છે?
– INX મીડિયામાં  ફોરેન ઈન્વેસ્ટમેન્ટમાં નિયમ કાયદો નેવે મૂકવામાં આવ્યાં, કાર્તિએ તમારા પ્રભાવમાં આમ કર્યું, તમે મંજૂરી કેવી રીતે આપી?
– ઈન્દ્રાણી સાથે મુલાકાત નોર્થ બ્લોકમાં થઈ હતી, અને તમે તેમને કાર્તિ સાથે સંપર્કમાં રહેવાનું કહ્યું હતું?
– આ મુલાકાત ઈન્દ્રાણી મુખરજી સાથે કેવી રીતે લાઈન અપ થયું હતું?
– કાર્તિએ મલેશિયા, સ્પેન, યુકેમાં જે પ્રોપર્ટી ખરીદી તેમા તમને શું જાણકારી છે? સોર્સ ઓફ ઈન્કમ શું હતો?
– આરોપ છે કે સ્પેન, મલેશિયા, અને યુકેમાં પરિવારે વિલા, ફ્લેટ્સ અને ટેનિસ કોર્ટ ખરીદ્યાં શું તે તમે નાણા મંત્રી હતાં ત્યારે ખરીદાયા અને પૈસા ક્યાંથી લાવ્યો કાર્તિ?
– ઈન્દ્રાણી મુખરજી તાજના સાક્ષી બની ગયા છે અને તેમણે કબુલ્યું છે કે આ સમગ્ર ડીલમાં કાર્તિને મોટી રકમ લાંચ તરીકે અપાઈ અને તે તમને પણ મળી હતી જેના પર તમારું શું કહેવું છે? ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના તમા નિયમો નેવે મૂકીને કેમ અને કેવી રીતે ફાયદો પહોંચાડવામાં આવ્યો?

– તમારા સિવાય નાણા મંત્રાલયના કયા કયા અધિકારીઓ હતાં જેમણે તમને ક્લિયરન્સ આપતા રોક્યા નહીં.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here