રાજ્યમાં ઇથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પગલાં ભરવા મુખ્ય મંત્રી નીતીશકુમારનું આહવાહન

82

પટણા: બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે સોમવારે કહ્યું કે રાજ્યમાં ઇથેનોલના ઉત્પાદનની વિશાળ સંભાવના છે અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓને શેરડીને પ્રાધાન્ય આપીને તેના ઉત્પાદનમાં વધારો કરવા તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

મુખ્યમંત્રી સચિવાલયના ‘સંવાદ’ હોલમાં મળેલી મીટીંગ દરમિયાન ઉદ્યોગ વિભાગના કામોની સમીક્ષા કરતી વખતે નીતીશકુમારે કહ્યું કે ઇથેનોલના ઉત્પાદનથી રાજ્યભરમાં શેરડીની ખેતીને પણ વેગ મળશે.
તેમણે અધિકારીઓને મકાઇ અને પાકના અવશેષોનો ઉપયોગ કરીને ઇથેનોલના ઉત્પાદન માટે કામ કરવા જણાવ્યું હતું.

નીતીશકુમારે યાદ કરતાં કહ્યું કે તેમણે 2005 થી 2010 ની વચ્ચે મુખ્યમંત્રી તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન બિહારમાં ઇથેનોલ ઉત્પાદન માટે કેન્દ્રને એક વિગતવાર પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ કેન્દ્રની યુપીએ સરકારે તે સ્વીકારી ન હતી. “હવે, એ જાણીને મને આનંદ થયો કે ઇથેનોલના ઉત્પાદન પર કામ કરવામાં આવી રહ્યું છે. બિહાર રાજ્યે જ ઇથેનોલના ઉત્પાદનનો વિચાર આપ્યો હતો, ”નીતીશકુમારે એમ પણ કહ્યું કે બિહારમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસની વિશાળ સંભાવના છે. તેમણે અધિકારીઓને યુવાનોને તાલીમ આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું કે જેથી તેઓ રાજ્યમાં પોતાનાં ઉદ્યોગો ઉભા કરી શકે અથવા વ્યવસાય ચલાવી શકે.
નીતીશે કહ્યું કે તેમની સરકાર યુવાનોમાં નવા ઉદ્યોગો સ્થાપવા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે તમામ શક્ય સહાય આપવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ રોજગારની તકો પૂરી પાડવા રાજ્ય સરકારના સાત નિશ્ચય ભાગ -2 કાર્યક્રમ અંતર્ગત દરખાસ્ત કરાયેલી નવી મુખ્ય મંત્રી મહિલા ઉદ્યમી યોજના અને મુખ્ય મંત્રી યુવા ઉદ્યમી યોજના નામની બે નવી ઉદ્યોગસાહસિક વિકાસ યોજનાઓ અંગેની રજૂઆતોની પણ સમીક્ષા કરી હતી.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ બ્રિજેશ મેહરોત્રા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન રેનુ દેવી અને મુખ્ય સચિવ દીપક કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here