મુખ્યમંત્રી સુનિશ્ચિત કરે કે ખાનગી ખાંડ મિલો શેરડીના ખેડુતોને બાકી રકમની ચૂકવે: શિરોમણિ અકાલી દળની માંગ

132

શેરડીના ખેડૂતોને પોતાની શેરડીના નાણાં હજુપણ મિલો પાસેથી મળ્યા નથી ત્યારે હવે આ મુદ્દે સરકારની સામે બાયો ચઢાવામા આવી રહી છે. શિરોમણી અકાલી દળ (એસએડી) એ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ પાસે માંગ કરી છે કે ખાનગી સુગર મિલ મેનેજમેને શેરડી ઉત્પાદકોને 383 કરોડની ચૂકવણી તેમજ વ્યાજની ચૂકવણી તુરંત જ કરવામાં આવે.પંજાબમાં શેરડીના ચુકવણીનો મુદ્દો ભારે ગરમાયો છે.

શિરોમણિ અકાલી દળના નવનિયુક્ત કિસાન સંગઠનના પ્રમુખ સિકંદરસિંહ માલુકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આશ્ચર્યજનક વાત છે કે મુખ્ય પ્રધાને શેરડીના ખેડુતોને 299 કરોડની બાકી રકમ આપવા માટે નાણાં વિભાગ અને સુગરફેડને કહ્યું હતું, પરંતુ ખાનગી ખાંડ મિલોને બાકી લેણા ચૂકવવા નિર્દેશ આપવાનો કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી.

આપને જણાવી દઈએ કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ગુરુવારે સહકારી ખાંડ મિલો દ્વારા શેરડી ઉગાડનારાઓને 299 કરોડની બાકી ચૂકવણીમાંથી 149 કરોડની બાકી રકમ ચૂકવવા સુગરફેડને આદેશ આપ્યો છે. સુગરફેડ સહકારી ખાંડ મિલોનું સર્વોચ્ચ સંસ્થા છે. રાજ્ય સરકારે જારી કરેલા એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રીની સૂચના પર, નાણાં વિભાગે સહકારી ખાંડ મિલો દ્વારા ખેડૂતોને બાકી ચૂકવણી માટે 150 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જ્યારે સુગરફેડ દ્વારા રૂ. 149 કરોડની ચુકવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here