સહકારી મંડળીઓ સરકારી પોર્ટલ GeM દ્વારા ખરીદી કરી શકશે, કેબિનેટે લીધો નિર્ણય

કેન્દ્ર સરકારે ડિજીટલ પ્રોક્યુરમેન્ટ પોર્ટલ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પર ખરીદદારો તરીકે સહકારી મંડળીઓને ઉમેરવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ થયો કે હવે સહકારી સંસ્થાઓ GeM દ્વારા ખરીદી કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે આ નિર્ણય લીધો હતો. અત્યાર સુધી માત્ર સરકારી વિભાગો, મંત્રાલયો અને જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) જ સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) સાથે ખરીદદારો તરીકે જોડાઈ શકતા હતા. પરંતુ સરકારના નિર્ણય બાદ હવે સહકારી મંડળીઓ પણ આ પોર્ટલ પર ખરીદી કરી શકશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, “આનાથી સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા આવશે, તેઓને GeM માર્કેટમાંથી લાભ મળશે અને GeM વિક્રેતાઓને વધુ ખરીદદારો મળશે.” હાલમાં, GeM ખાનગી ક્ષેત્રના ખરીદદારો માટે ઉપલબ્ધ નથી જ્યારે વેચાણકર્તા સરકારી અથવા ખાનગી સહિત તમામ સેગમેન્ટ માંથી હોઈ શકે છે. ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી 8.54 લાખથી વધુ નોંધાયેલ સહકારી મંડળીઓ અને તેમના 27 કરોડ સભ્યોને ફાયદો થશે.

સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી સહકારમાં પારદર્શિતા આવશે અને સહકારી ક્ષેત્રને તેનો લાભ મળશે. આનાથી GeM વિક્રેતાઓને ખરીદદારોનો મોટો પૂલ પણ મળશે. હાલમાં દેશભરમાં 8.54 લાખ રજિસ્ટર્ડ સહકારી મંડળીઓ છે અને તેમના લગભગ 27 કરોડ સભ્યો છે, જેમને આ નિર્ણયનો લાભ મળવાનો છે. આ સિવાય વેચાણકર્તાઓને સામાન વેચવા માટે એક મોટું પ્લેટફોર્મ પણ મળશે.

પોર્ટલ કેવી રીતે કાર્ય કરી રહ્યું છે?
FY19-FY22 ના સમયગાળા દરમિયાન, પોર્ટલના ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યુ (GMV) માં 84.5 ટકા CAGR થી વધુ વધારો થયો હતો અને એકલા FY22 માં રૂ. 1 લાખ કરોડને વટાવી ગયો હતો. ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, “છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો, FY18માં કરવામાં આવેલી ખરીદી રૂ. 6,220 કરોડ હતી જે FY22માં વધીને રૂ.1,06,000 કરોડ થઈ હતી. તેવી જ રીતે, સંચિત ખરીદદારોની સંખ્યા પણ 21,254 થી વધીને 59,130 થઈ છે જ્યારે FY18-FY22 ના સમયગાળા દરમિયાન સંચિત વેચાણકર્તાઓની સંખ્યા 86,835 થી વધીને 40,02,000 થી વધુ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here