વાણિજ્ય મંત્રાલયનું કોવિડ-19 હેલ્પ ડેસ્ક ફરીથી સક્રિય થયું

વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે નિકાસકારો અને આયાતકારોના આંતરરાષ્ટ્રીય વેપારને લગતી સમસ્યાઓના ઉકેલ માટે ‘હેલ્પ ડેસ્ક’ને ફરીથી સક્રિય કર્યું છે. આ સમસ્યાઓમાં કસ્ટમ્સ ક્લિયરન્સમાં વિલંબ અને બેંક સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે.
હેલ્પ ડેસ્ક સૌપ્રથમ એપ્રિલ 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, મંત્રાલયના એક એકમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ નિકાસ અને આયાતની સ્થિતિ પર નજર રાખવા અને વેપાર સંબંધિત પક્ષકારોને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે આ પગલું ભર્યું છે.

DGFTએ એક નોટિસમાં જણાવ્યું હતું કે, “COVID-19 હેલ્પડેસ્ક ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય વેપારને લગતી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here