1 જૂનથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી: આજથી તાત્કાલિક અસરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તાજેતરના ઘટાડા સાથે, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરની કિંમત હવે 2219 રૂપિયા થશે.

કિંમતોમાં ઘટાડા પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયા હતી. રાહત બાદ, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો દર હવે રૂ. 2322, મુંબઇમાં રૂ.2171.50 અને ચેન્નાઇમાં રૂ.2373 છે. કિંમતમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર માટે જ માન્ય છે, ઘરેલુ એલપીજી સિલિન્ડર માટે નહીં.

આ પહેલા મેના પહેલા સપ્તાહમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 1 મેના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 102.50 રૂપિયા વધીને 2355.50 રૂપિયા થઈ હતી.

ગયા મહિને, 1 મેના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઉજ્જવલા દિવસના અવસરે 5000 થી વધુ એલપીજી પંચાયતોનું આયોજન કર્યું હતું, જ્યાં એલપીજીના સલામત અને સતત ઉપયોગને ધ્યાનમાં રાખીને અનુભવની વહેંચણી ઉપરાંત, ગ્રાહકની મહત્તમ નોંધણી કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here