કોકોકોલા અને પેપ્સી જેવી કંપનીને પડી રહી છે કોરોનાની માર; આ વર્ષ પણ આવક ઘટવાની સંભાવના

91

પેપ્સી અને કોકાકોલાની જેવી મોટી સોફ્ટ ડ્રિંક કંપનીઓ નાણાકીય વર્ષ 2021- 22 માં કોરોના ભારતીય બજારમાં પોતાના બિઝનેસ પર ભારે અસર કરી શકે છે. CRISIL દ્વારા શુક્રવારે જારી કરાયેલા અહેવાલમાં જણાવ્યું છે કે આ વર્ષમાં ઉનાળાની ઋતુમાં જ દેશ વ્યાપી લોક ડાઉનના કારણે વર્ષ 2020-21માં આવક લગભગ 20 ટકાનો ઘટાડો થયો હતો જે નાણાકીય વર્ષ 2021-22 માં પણ આવક પહેલાં કરતાં ઓછી રહેશે. કોરોના રોગચાળાને કારણે 10% બિઝનેસ ઓછો હોવાનો અંદાજ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે પેપ્સી અને કોકાકોલાની જેવી યુએસ કંપનીઓ નોન આલ્કોહોલિક પીણા ઉદ્યોગ પર પ્રભુત્વ જાળવી રાખે છે જેમાં બજારના કુલ હિસ્સામાં 80 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે.CRISIL રેટિંગના ડિરેક્ટર નીતીશ હતું કે સ્થાનિક લોક ડાઉન ને કારણે રાજ્યોમાં બિઝનેસ કારોબાર બંધ સમાન રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હોટલ રેસ્ટોરન્ટ અને કાફે જેવા સ્થળોએ ફુલ વેચાણના ૨૫ ટકાનો હિસ્સો ધરાવે છે જેની અસર પ્રથમ ક્વાર્ટરમાં થશે. તેમણે જણાવ્યું હતું કે આ વખતે નિયંત્રણ ઓછા કડક છે પણ સંપૂર્ણ વર્ષની આવક પૂર્વ રોગચાળાથી 10 ટકા નીચે હોઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here