રૂ 400 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીઓને 25% કોર્પોરેટ ટેક્સનો મળશે લાભ

વર્ષ 2019-20 માટેના અંદાજપત્રમાં 25 ટકાના નીચા કોર્પોરેટ ટેક્સનો સ્લેબ હવે રૂ 400 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ સુધી લંબાવવામાં આવ્યો છે. આ અગાઉ રૂ 250 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને નીચા કોર્પોરેટ ટેક્સનો લાભ મળતો હતો.

આજે સંસદમાં પોતાની બજેટ સ્પીચમાં નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે, બજેટની આ દરખાસ્તથી 99.3 ટકા કંપનીઓને લાભ થશે. હવે માત્ર 0.7 કંપનીઓને જ ઊંચો કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે.

બજેટમાં પેન અને આધારને ઈન્ટરચેન્જેબલ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ દરખાસ્તને પગલે પેન કાર્ડ ન હોય તો માત્ર આધાર કાર્ડના નંબરને આધારે પણ રિટર્ન ફાઈલ કરી શકાશે. દેશમાં 120 કરોડ લોકો આધાર કાર્ડ ધરાવે છે તે જોતાં કરદાતાઓને સુવિધા મળશે.

તેમણે ઉમેર્યું હતું કે, હવે કરદાતાઓને પ્રી-ફાઈલ્ડ ટેક્સ રિટર્ન પૂરા પાડવામાં આવશે જેમાં પગારની આવક, કેપિટલ ગેઈન, બેન્કનું વ્યાજ, ડિવિડન્ડ, ટેક્સ ડિડક્શન વગેરે વિગતો ઉપલબ્ધ હશે અને તેનાથી રિટર્ન ફાઈલ કરવામાં પણ સરળતા રહેશે.

આ ઉપરાંત રોકડના ઉપયોગ ઘટાડવા માટે વાર્ષિક રૂ 1 કરોડથી વધુના રોકડ ઉપાડ પર 2% TDSની દરખાસ્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here