ઇથેનોલ, મિથેનોલ અથવા વીજળી પર ચાલતા બાંધકામ સાધનોના વાહનો પર વ્યાજ સબસિડી અંગે વિચારણા

નવી દિલ્હી: માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઇથેનોલ, મિથેનોલ અથવા વીજળી પર ચાલતા બાંધકામ સાધનોના વાહનો માટે વ્યાજ સબસિડી ઓફર કરવાની શક્યતા ચકાસી રહી છે. હાલમાં બાંધકામના સાધનો ડીઝલ પર ચાલે છે, એમ તેમણે જણાવ્યું હતું. હું ઈચ્છું છું કે તેઓ હાઈડ્રોજન, એલએનજી અને વીજળી પર કામ કરે. ગડકરીએ ગુરુવારે ટાઈમ્સ નેટવર્ક ઈન્ડિયા ઇકોનોમિક કોન્ક્લેવ 2023 દરમિયાન કહ્યું કે, હું એક એવી નીતિ લાવવાનું વિચારી રહ્યો છું જેના હેઠળ તેમને સસ્તા દરે લોન આપી શકાય.

2024ની સામાન્ય ચૂંટણીઓ અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રી ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા નવ વર્ષમાં થયેલા વિકાસને કારણે લોકો ફરીથી મોદી સરકારને મત આપશે. 2024 હમ જીતને વાલે હૈ (2024ની લોકસભા ચૂંટણી અમે જીતીશું). ગડકરીએ કહ્યું, અમે અમારું કામ કરવામાં વિશ્વાસ રાખીએ છીએ અને ભવિષ્ય વિશે વધુ વિચારતા નથી. તેમણે કહ્યું કે, જ્યારે વિકાસ કાર્યોની વાત આવે છે, ત્યારે સરકારે એનડીએ અને બિન-એનડીએ શાસિત રાજ્યો વચ્ચે ભેદભાવ કર્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here