ભારતમાં કોરોનાના કેસ ફરી ઘટ્યા; દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3 કરોડને પાર

સરકારી માહિતી અનુસાર દેશમાં કોરોનાની બીજી લહેર લગભગ પુરી થઈ ગઈ છે. ઘણા દિવસો પછી, કોરોના વાયરસના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 37,154 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 39,649 લોકો ડિસ્ચાર્જ થયા અને તેમના ઘરે પહોંચ્યા છે. હવે દેશમાં રિકવરી દર વધીને 97.22 ટકા થયો છે.

આરોગ્ય મંત્રાલયના નવીનતમ માહિતી અનુસાર, છેલ્લા દિવસે દેશમાં કોરોનાને કારણે 724 લોકોનાં મોત નીપજ્યાં છે. જે અત્યાર સુધી કોરોના માંથી મૃત્યુઆંક 4 લાખ 8 હજાર 764 પર પહોંચી ગયો છે.

હાલ ભારતમાં કુલ કોરોના કેસ: 3,08,74,376 પર જોવા મળી રહ્યા છે. જયારે કોરોના થી સાજા થયેલા લોકોની સંખ્યા પણ 3 કરોડને પાર થઈને હાલ 3,00,14,713 પર પહોંચી છે.દેશમાં સક્રિય કેસ 4,50,899 રહ્યા છે.

એ જ રીતે, દેશમાં કોરોના રસીના 37,73,52,501 ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 12,35,287 લોકોને રસી આપવામાં આવી હતી.

તેવી જ રીતે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) અનુસાર ગઈકાલે દેશમાં કોરોના વાયરસ માટે 14 લાખ 32 હજાર 343 નમૂના પરીક્ષણ કરાયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 43 કરોડ 23 લાખ 17 હજાર 813 નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા છે. .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here