ભારતમાં કોરોનાના કેસ વધ્યા; છેલ્લા 24 કલાકમાં નવા 18,855 કેસ સામે આવ્યા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં દરરોજ પોઝિટિવ કેસની સંખ્યા 10થી 15 હજાર ની વચ્ચે રહેતી હતી પરંતુ છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા 18,855 કેસ આવ્યા છે જે વધારો સૂચવે છે.

નવા 18,855 કેસ આવતા ભારતમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 1,07,20,048 પર પહોંચી છે. કોરોનાના કેસ વધ્યા છે પણ સાથોસાથ સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધારે જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 20,746 કેસ સાજા થતા ભારતે રાહતનો દમ અનુભવ્યો હતો.ભારતમાં આ સાથે 1,03,94,352 દર્દીઓ સાજા થઈને ઘેર પાછા ફર્યા છે.
જોકે છેલ્લા 24 કલાકમાં ભારતના વધુ 163 લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો હતો. આ સાથે ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 1,54,010ને પાર પહોંચી ગઈ છે.

જોકે ભારતમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા હાલ વધી રહી છે જેને કારણે સમ્રગ દેશમાં હાલ માત્ર 1,71,585 દર્દીઓ જ સારવાર હેઠળ છે જેમાંથી 70% કેસ મહારાષ્ટ્ર,કેરળ વેસ્ટ બંગાળ.ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના છે. ભારતમાં ગઈકાલ રાત સુધીમાં કુલ 29,28,053 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here