કોરોનાને કારણે લખનૌ માં ઠંડા પીણાંનો બિઝનેસ 60% ઓછો થયો

89

કોરોનાની આ બીજી લહરે ઘણા લોકોના કામ ધંધાને ભારે અસર કરી છે. આ વાઇરસને કારણે ઘણા લોકો પોતાના વતન પાછા જતા રહ્યા છે તો ઘણાના બિઝનેસને ભારે અસર જોવા મળી રહી છે. હાલ વર્તમાન કોરોનાના સમયમાં ફરી એક વખત ઠંડા પીણાનો બિઝનેસ સાવ ઠંડો પડી ગયો છે. જ્યાં એક સમયે રાજધાની લખનૌમાં સાલભર ઠંડા પીણાનો 100 કરોડનો બિઝનેસ થતો હતો અને તેમાં પણ માર્ચથી જૂન મહિનામાં જ 50 કરોડનો બિઝનેસ થઇ જતો હતો.પણ જે રીતે બિઝનેસ હાલ છે તે માત્ર 40% જેટલો જ રહ્યો છે

આ અંગે ઠંડા પીણાંના વિતરકોને પૂછવામાં આવ્યુ તો તેઓએ જણાવ્યું હતું કે માર્ચથી જૂન મહિનામાં સૌથી વધારે વેંચાણ રહેતું હોય છે અને હાલ મેં મહિનો શરુ થઇ ચુક્યો છે. ઓક્ટોબર અને નવેમ્બર માં પણ સારું વેંચાણ રહેતું હોય છે પણ હાલ જે માલ વેંચાઈ છે તે ન વેંચાણ બરાબર છે.

હાલ રાજધાની લખનૌમાં 108 વિતરકો છે અને તેઓનો ટાર્ગેટ માર્ચથી જૂનમાં જ પૂરો થઇ જતો હતો પણ આ વખતે ફરી લોક ડાઉન જેવી પરિસ્થિતિને કારણે બિઝનેસ પણ માઠી અસર પડી છે.હાલ બિઝનેસ માત્ર 40% જ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here