રેટિંગ ફર્મ એસ એન્ડ પી ગ્લોબલે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ અંદાજ 11 ટકાથી ઘટાડીને 9.8 ટકા કર્યો છે તેમ રેટિંગ એજન્સીએ જણાવ્યું છે. આ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે કોરોનાની આ બીજી લહર ભારતના આર્થિક સુધારણાને પાટા પરથી ઉતારી શકે છે.
યુ.એસ.ની આ એજન્સીએ માર્ચ મહિનામાં અનુમાન લગાડ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં 11 % નો વિકાસ થઇ શકે છે. એસ & પી એ ભારત માટે BBB – રેટિંગ જાહેર કરીને આઉટલુકને સ્થિર બતાવ્યું હતું. એસ & પી એ જણાવ્યું હતું કે જો વધુ ઘટાડો આવે તો તેની અસર ભારતના સાર્વભૌમ ધિરાણ પ્રોફાઈલ પર પડી શકે છે.
નોંધનીય છે કે ભારત સરકારની નુકસાનીની જીડીપી વર્ષ 2020-21માં 14% સુધી પહોંચી ગઈ હતી અને સરકારોનું કુલ દેવું જીડીપીના 90% ને વટાવી ગયું હતું.
અગાવ વૈશ્વિક બ્રોકરેજ કંપની બાર્કલેજે ભારતની જીડીપી વૃદ્ધિ ઘટાડી હતી. બાર્કલેજ દ્વારા ભારતમાં કોરોનાના બીજા વેવ અને તેની વ્યાપક અસર,મોતની સંખ્યા અને ધીમી રસીકરણને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે નાણાકીય વર્ષ 2022 માટે ભારતની જીડીપીની આગાહી અગાવના 11 % થી ઘટાડીને 10% કરી છે.
ભારતના વિકાસ દર પર અસર
નોંધપાત્ર છે કે ગત સપથે સ્ટાન્ડર્ડ & પુઅરે ચેતવણી આપી હતી કે જો ભારતમાં આવા કિસ્સા ચાલુ રહેશે તો આર્થિક પ્રવૃત્તિની ગતિ ધીમી રહેશે અને તેનો પ્રભાવ ભારતના વિકાસ દર પર પડશે. તેમને એમ પણ જણાવ્યું હતું કે મોદી સરકાર આર્થિક સુધારણાની નીતિ પર જે રીતે દબાણ વધારી રહી છે તેને લઈને ચાલુ વર્ષમાં ઉચ્ચતમ ગ્રોથ રેટ થી જરૂર પડી શકે છે.તેમણે ભારત પર વધી રહેલા ડેબિટ પર પણ ચિંતા વ્યકત કરી હતી.