કોરોના વિસ્ફોટ યથાવત: 24 કલાકમાં 2.34 લાખથી વધુ નવા કેસ

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ -19 કેસનો સૌથી વધુ વન-ડે રેકોર્ડ છેલ્લા 24 કલાકમાં 2.34 લાખથી વધુ નવા કેસ સાથે નોંધાયો છે. 24 કલાકમાં સિવિડ સંબંધિત 1,341 મૃત્યુ થયાં, જેનાથી મૃત્યુની કુલ સંખ્યા 1,75,649 થઈ ગઈ. 2,34,692 નવા COVID-19 કેસ સાથે, કેસની કુલ સંખ્યા વધીને 1,45,26,609 થઈ છે. જેમાં સક્રિય કેસની સંખ્યા 16,79,740 છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, શુક્રવારે 14,95,397 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 16 એપ્રિલ સુધીમાં દેશભરમાં કુલ 26,49,72,022 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલએ સોમવારે દેશમાં કોરોનાવાયરસ સામે રશિયન સ્પુટનિક V ની રસીના ઉપયોગને મંજૂરી આપી છે. હવે, ભારત પાસે કોવિડ -19 સામે રસીકરણ કાર્યક્રમ માટે કોવિશિલ્ડ, કોવાક્સિન અને સ્પુટનિક V રસી પણ સામેલ થઇ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here