ભારતમાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં પ્રથમ વખત 2 લાખથી વધારે કેસ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરુવારે ભારતમાં કોવિડ-19 માં અત્યાર સુધીની સૌથી વધુ સિંગલ-ડે સ્પાઇક નોંધાઈ હતી. એક જ દિવસમાં પ્રથમ વખત ભારતમાં 2 લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં 2,00,739 નવા COVID-19 કેસ સાથે, ગયા વર્ષે રોગચાળો શરૂ થયો ત્યારથી ભારતમાં સૌથી વધુ સિંગલ-ડે સ્પાઇક નોંધાયો છે.
દેશના કુલ કેસોની સંખ્યા હવે 1,40,74,564 છે, જેમાં 14,71,877 સક્રિય કેસ છે.

ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં 1,038 લોકોના મોત નોંધાયા છે આ સાથે ભારતમાં કુલ મૃત્યુઆંક 1,73,123 પર પહોંચી ગયો છે.

ભારતમાં આજે 93 હજાર થી પણ વધારે કેસ રિકવર થયા હતા અને આ સાથે ભારતમાં સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 1,24,29,564 થઈ ગઈ છે.

કોવિડ -19 ના મામલામાં ભારત હાલમાં વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ 14 એપ્રિલે જણાવ્યું હતું કે ભારતે કોવિડ-19 માટે 26,20,03,415 નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે. તેમાંથી બુધવારે 13,84,549 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.

દરમિયાન ગઈકાલ સુધીમાં 11,44,93,238 જેટલા લોકોને રસી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here