કોરોના અપડેટ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45,576 કેસ નોંધાયા

153

ભારતમાં આજે સતત 14માં દિવસે કોરોનાના 50,000 થી નીચે કેસ નોંધાયા હતા. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 45,576 કેસ નોંધાયા હતા. ભારતમાં હાલ કુલ કેસની સંખ્યા 8958,484 છે. જોકે સતત 14માં દિવસે નોંધાયેલા પોઝિટિવ કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 48,493 દર્દીઓ રિકવર થઈને ઘેર ગયા છે. ભારતમાં અત્યારસુધીમાં કુલ 83,83,603 દર્દીઓ સાજા થયા છે.હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 4,43,303 પર જોવા મળી છે.
જોકે છેલ્લા 24 કલાક દરમિયાન 585 દર્દીઓના મોત પણ નિપજ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1,31,578. દર્દીઓના મૃત્યુ પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here