કોરાનાવાઈરસને કારણે વિશ્વ ચિંતિંત બની ગયું છે. વિશ્વભરના માર્કેટ ક્રેશ થઇ ગયા છે. ભારતીય શેર બજારમાં પણ આજે કાળો દિવસ બની ગયો છે અને સેન્સેક્સ અને નિફટી અને સાથોસાથ બેન્ક નિફટીમાં મોટા ગાબડાં પડ્યા છે અને તેને કારણે અનેક શેરોમાં 20% નીચે જોવા મળી રહ્યા છે.કોરોના વાયરસના કારણે વધી રહેલી ચિંતાથી ભારતીય શૅર બજારમાં શરૂઆતથી જ ભારે કડાકો આવ્યો છે. બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 1600થી વધુ પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ નિફ્ટીમાં પણ 470 પૉઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.
માત્ર ભારતીય માર્કેટ જ નહિ પણ સાથોસાથ,અમેરિકાના બજાર કોરોનાથી ગભરાઈ ગયા છે. બુધવારના કારોબારમાં Dow Jones 1460 પૉઇન્ટ ગબડી ગયો હતો. Dow Jones કાલે પોતાની રેકોર્ડ ઊંચાઈથી 20 ટકા નીચે આવી ગયો હતો. Nasdaq અને S&P 500 પણ 5 ટકા ઘટ્યો હતો. એશિયામાં પણ નબળાઈ જોવા મળી રહી છે. આ દરમિયાન SAUDI ARAMCOને પ્રોડક્શન વધારવાના નિર્દેશ મળ્યા બાદ ક્રૂડના ભાવોમાં 4 ટકાનો ઘટાડો આવ્યો છે. બ્રેંટ 36 ડૉલર સુધી પહોંચી ગયો છે. કંપની 10 લાખ બેરલ રોજનું ઉત્પાદન વધારી શકે છે.
આ ગ્લોબલ સંકેતોની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે ભારે ઘટાડા સાથે થઈ છે. મિડ અને સ્મૉલકેપ શૅરોમાં પણ વેચાવલી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 2.27 ટકા અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 1.61 ટકાના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. તેલ-ગેલ શૅરોમાં પણ આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈનો ઑઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 6 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યો છે.
એવિયેશન કંપનીમાં ભારે ગિરાવટ જોવા મળી છે અને નેસ્ટલે અને આઇટી કંપનીમાં પણ ભારે ગિરાવટ જોવા મળી છે અને વિશ્વભરના માર્કેટ હાલ નીચે ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે.