ભારતમાં કોરોનાવાયરસ નિયંત્રણ કેન્દ્ર માટે હેલ્પલાઈન જાહેર

ચીનના શહેર વુહાનમાં ફાટી નીકળેલા કોરોનાવાયરસ રોગચાળાએ અત્યાર સુધીમાં કુલ 6,665 લોકોનો જીવ લઇ લીધો છે.

ભારતમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ 115 લોકોનાં કોરોનાવાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં 17 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રાલયે સોમવારે COVID-19 કંટ્રોલ સેન્ટર માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. મંત્રાલયે ઇમેઇલ સરનામાંની સાથે ફેક્સ નંબરની પણ જાહેરાત કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારના જણાવ્યા અનુસાર, COVID-19 કંટ્રોલ સેન્ટર માટે હેલ્પલાઇન નંબર્સ + 91- 11- 23012113, + 91- 11- 23014104 અને + 91- 11- 23017905 છે.

ફેક્સ નંબર + 91- 011- 23018158 છે અને ઇમેઇલ સરનામું covid19@mea.gov.in છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here