કોરોનાવાઈરસ અપડેટ: ભારતમાં સત્તા ત્રીજા દિવસે એક્ટિવ કેસની સંખ્યા 3 લાખની અંદર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગુરુવારે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા 24,712 કેસ સામે આવ્યા છે.આ સાથે ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,01,23,778 સુધી પહોંચી ગઈ છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા વધીને 96,93,173 સુધી પહોંચી છે તેમ ગુરુવારે અપડેટ કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા દર્શાવે છે કે 312 નવા મોત નિપજ્યા છે જેને કારણે મૃત્યુઆંક વધીને 1,46,756 થઈ ગયો છે.

આ રોગમાંથી ભારતનો રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 95.75 ટકા થયો છે. જયારે મૃત્યુદર 1.45 ટકા છે.

કોવિડ -19 એક્ટિવ કેસ લોડ સતત ત્રીજા દિવસે 3 લાખની નીચે રહ્યો છે.દેશમાં 2,83,849 એક્ટિવ કોરોનાવાયરસ પીડિત દર્દીઓ છે, જે કુલ કેસના 2.80 ટકા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 29,792 દર્દીઓ સાજા થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here