અફઘાનિસ્તાનને ખાંડ સહીત અન્ય સામ્રગીની અનેક દેશો દ્વારા મળી મદદ

અફઘાનિસ્તાનમાં માનવીય પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે એવામાં યુનાઇટેડ આરબ અમીરાત (UAE ) દ્વારા 30 ટન ખાદ્ય સામ્રગી મોકલવામાં આવી છે. આ ખાદ્ય સામ્રગી લઈને વિમાન કાબુલ પહોંચ્યું હતું. તાલિબાન સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સામ્રગી સરકારી એજન્સી દ્વારા ગરીબ લોકો સુધી પહોંચાડવામાં આવશે. પ્રવક્તા મુજાહીદે જણાવ્યું હતું કે અમે કોઈપણ રાજનૈતિક હેતુ વગર બિનશરતી મદદ માટે હાકલ કરીએ છીએ. કારણ કે આ માનવીય મુદ્દો છે અને અફઘાનીઓને સહાય પૂરી પાડવી જોઈએ.

દરમિયાન, કાબુલમાં તુર્કીના રાજદૂત સિહાદ એર્ગીનેએ જણાવ્યું હતું કે તુર્કી તરફથી સહાયનું ચોથું પેકેજ હેરાત પ્રાંતના તોરગોન્ડી બંદર પર આવી ગયું છે. તુર્કી દ્વારા અફઘાનિસ્તાનને સહાયમાં ઘઉં, તબીબી પુરવઠો, ખાંડ અને કેટલીક અન્ય સામગ્રી આપવામાં આવી છે.

બીજી તરફ તાલિબાન સરકાર દ્વારા પણ પારદર્શક વિતરણનું વચન આપવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં માનવતાવાદી પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે અગાઉ કહ્યું હતું કે મુશ્કેલી ગ્રસ્ત દેશમાં 90 લાખ લોકો દુષ્કાળના જોખમમાં છે.

આવી પરિસ્થિતિમાં અફઘાનિસ્તાન સરકાર દ્વારા સરકારી 5 એજન્સીને વિતરણનું કામ સોંપવામાં આવ્યું છે. પારદર્શક રીતે અને તોજી રીતે આ સામગ્રીનું વિતરણ કરવાની ખાતરી તાલિબાન તરફથી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here