પંજાબમાં હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન સરકારનું સૂચનાથી શરુ

વિવિધ રાજ્યોમાં સરકાર સેનિટાઇઝરનું ઉત્પાદન વધારવા માટે આગળ આવી રહી છે અને ઘણા રાજ્યોમાં તો ઓનલાઇન મંજૂરી આપવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકારની વિનંતીથી પંજાબના ડિસ્ટિલરીઓએ સેનિટાઈઝર્સનું ઉત્પાદન શરૂ કરી દીધું છે, એમ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પંજાબના કમિશનર કે.એસ. પન્નૂએ જણાવ્યું હતું

કોરોનાવાઇરસ ફાટી નીકળ્યા પછી બજારમાં સેનિટાઇઝરની માંગમાં બહુજ મોટો વધારો જોવા મળી રહી છે. પંજાબ સરકારના જનસંપર્ક વિભાગએ જણાવ્યું હતું કે, સૂચના મુજબ હાઇડ્રોજન 3% પેરોક્સાઇડ 1 %, ગ્લિસેરલ અને પરવાનગીયુક્ત રંગ અને જંતુરહિત પાણીમાં ઇથેનોલ 96% મિક્સ કરીને હેન્ડ સેનિટાઇઝર સામગ્રી બનાવવામાં આવી રહી છે.

ચોક્કસપણે, કોવિડ -19 વાયરસના ફેલાવાને કારણે પંજાબમાં સેનિટાઇઝરોની ભારે માંગ છે. માર્કેટમાં સેનિટાઇઝરર્ની તીવ્ર અછતએ બ્લેક માર્કેટિંગમાં વધારો કર્યો છે.

“આ ડિસ્ટિલેરીઝ સેનિટાઇઝરોની દૈનિક જરૂરીયાતો બલ્ક પ્રમાણમાં પૂરી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને તબીબી અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા ઉપયોગ માટે આશરે 33000 લિટર સ્વચ્છતા સામગ્રીની સપ્લાય કરવામાં આવી છે. ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here