સરકારી ખાંડ મિલમાં ક્રેન તૂટી પડી:ક્રેન ઓપરેટર થયો ઘાયલ

સરકારી ખાંડ મિલમાં શેરડી ઉતારવા માટે આવેલી ક્રેનનું સ્ટ્રક્ચર તૂટી પડતા ક્રેન નીચે પડી ગઈ  હતી અને સાથોસાથ ક્રેન ચલાવનાર ક્રેન ચાલક  પણ નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઇજા થઇ છે.આ બનાવ બનતા  ખાંડ મિલમાં ભગદોડ મચી ગઈ હતી.અધિકારી દ્વારા ઘાયલને તુરંત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.આ બનાવની સાથે ખાંડ મિલમાં કામકાજ થોડો સમય બંધ રહ્યું હતું.

હકીકતમાં પુરન પુરની સરકારી ખાંડ મિલ જર્જરિત હાલતમાં ચાલી રહી છે.   અહીં  કર્મચારીના જોખમ પર  સમારકામ પણ ચાલી રહ્યું છે.ગત વર્ષે પણ આ ખાંડ મિલમાં સલફાઇટ  ટેન્ક નીચે પડી હતી.અને તેને કારણે ખેડૂતોને પણ હેરાન થવું પડ્યું હતું કારણ કે શેરડીનું ક્રશિંગ પણ અટક્યું હતું અને પોતાના વાહનો અન્ય ખાંડ મિલમાં લઇ જવા પડ્યા હતા.અને આ વખતે ક્રેન તૂટી પડી હતી.

આ ક્રેન હાદસામાં  ક્રેન ચલાવી રહેલા ગોરખપુર જિલ્લાના દુર્યોધનને ઇજા પહોંચી હતી અને આ બનાવ બનતા ખાંડ મિલમાં ભાગદોડ મચી ગઈ હતી અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા.સદભાગ્યે  આ બનાવ બન્યો ત્યારે આસપાસમાં કોઈ ખેડૂત ન હતા નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.આ સંદર્ભમાં સરકારી ખાંડ મિલના જી એમ  એસ કે અગ્રવાલ અને સી સી ઓ સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી પણ તેઓએ  ફોન રિસીવ કર્યો ન હતો.જોકે જિલ્લા શેરડી અધિકારી જીતેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ટેક્નિકની ખામીને કારણે આ ક્રેન તૂટી હતી અને તાત્કાલિક મરામત કરવાની સૂચના આપવામાં આવી છે.

એવું પણ જાણવા મળે છે કે ક્રેનને આગળ પાછળ કરવા માટે લાગેલા પૈડાં નબળા પડી ગયા હતા અને જે સ્ટ્રકચર પર ક્રેન ચાલી રહી હતી તે જ ખરાબ હતું  અને તેમ છતાં મિલ પ્રબંધકોએ કોઈ ધ્યાન આપ્યું  ન હતું.

Download Our ChiniMandi News App :  http://bit.ly/ChiniMandiApp

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here