હવે મળશે સરકાર દ્વારા MSMEને ક્રેડિટ રેટિંગ: નિતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સોમવારે જણાવ્યુ કે સરકાર સુક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉધ્યોગોને ક્રિડીટ રેટીંગ આપશે.એના માટે સરકાર તરફથી પોલિસી બનાવવમાં આવી રહી છે. આ રેટીંગથી રોકાણ કારો અને અન્ય લોકોને નિર્ણય લેવામાં મદદ મળશે.

ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન તરફથી નવી દિલ્હીમાં આયોજીત ઇન્ટરનેશનલ વુમન ઉદ્યમી ચૈલેન્જ ફાઉન્ડેશન કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીએ કહ્યુ કે ભારતના કુલ નિકાસમાં 49 ટકા ભાગીદારી MSMEની છે.વધુમાં ગડકરએ જણાવ્યુ કે સરકાર ડિઝીટલ ડેટા આધારીત ક્રેડિટ રેટિંગ સિસ્ટમ લાગુ કરવા જઇ રહી છે.એના માટે પોલિસી બનાવી રહ્યા છીએ અને તેના માટે સ્કિમ પણ આવશે,જે ખુબ લાભદાયી હશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે કૃષિ અને આદિવાસી ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા સરકાર ટેક્નીક અને ઇનોવેશનનો ઉપયોગ કરી રહી છે.મધ અને સંતરાનું ઉદાહરણ આપતા કેન્દ્રિય મંત્રીએ જણાવ્યુ કે બીજા ઉત્પાદનો કરતા આનું ઉત્પાદન વધ્યુ છે.અને આ ઉત્પાદનની બજાર વેલ્યુ પણ વધી ગઇ છે.વધુમાં તેમણે જણાવ્યુ કે સરકાર ગ્રામિણ ઇન્ડસ્ટ્રીમાં વિકાસ અને રોજગારીની તકો માટે પ્રયત્ન કરી રહી છે.તેમણે કહ્યુ કે આવા ક્ષેત્રોમાં 11 કરોડ લોકોને રોજગારી મળે તેટલી ક્ષમતા છે.ભારતના એમએસએમઇ ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં ફાળો આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here