મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પાકને નુકશાન

48

નાસિક: આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં લાંબા સમય સુધી ભારે વરસાદને કારણે વિદર્ભના સાત અને મરાઠવાડાના બે જિલ્લાઓમાં પાકને સૌથી વધુ નુકસાન થયું છે. કૃષિ વિભાગ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટામાં જણાવાયું છે કે રાજ્યમાં 10.7 લાખ હેક્ટરથી વધુ ઉભા પાકને નુકસાન થયું છે. જેમાં વિદર્ભના સાત જિલ્લાઓમાં 5.7 લાખ હેક્ટરથી વધુ અને મરાઠવાડાના બે જિલ્લામાં 3.7 લાખ હેક્ટરથી વધુ જમીનને નુકસાન થયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાંદેડ, અમરાવતી, યવતમાલ અને વર્ધામાં એક લાખ એકરમાં ફેલાયેલા પાકને સૌથી વધુ નુકસાન થયું છે. સાંગલી, કોલ્હાપુર, વાશિમ, રત્નાગીરી અને થાણે જેવા જિલ્લાઓમાં ઉભા પાકને સૌથી ઓછું નુકસાન થયું છે. સાંગલીમાં માત્ર 2 હેક્ટર અને કોલ્હાપુરમાં લગભગ 25 હેક્ટરમાં નુકસાન થયું છે. પુણેમાં લગભગ 2,500 હેક્ટર અને નાસિકમાં લગભગ 1,150 હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. સિંચાઈ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે 2022માં પાકનું નુકસાન ગયા વર્ષની સરખામણીમાં ઘણું ઓછું છે. ગયા વર્ષે ભારે વરસાદને કારણે લગભગ 40 લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાન થયું હતું.આ વખતે સોયાબીન અને કપાસને સૌથી વધુ નુકસાન થયું છે. આ ખરીફ સિઝનમાં સોયાબીન અને કપાસના ઉત્પાદનમાં લગભગ 10%નો ઘટાડો થવાની ધારણા છે. અમુક અંશે તુવેરના પાકને પણ નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here