એક દિવસમાં 30%નો ઘટાડો નોંધાતા પાણીથી પણ સસ્તું બન્યું ક્રૂડ

એક બાજુ સોમવારે ભારતીય શેર બજારમાં ભારે ગાબડાં પડ્યા બાદ  હવે ક્રૂડના ભાવમાં પણ ભારે ગિરાવટ આવી જતા તેની અસર વ્યાપક રીતે જ બધા વિશ્વભરમાં પડી  છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અચાનક આવેલા ક્રૂડ ઓઇલના ભાવમાં 30 ટકાનો ઘટાડો આવતા ક્રૂડ પાણીથી પણ સસ્તું થઇ ગયું છે. ભારતીય વાયદા બજારમાં ક્રૂડ ઓઇલ 2200 રૂપિયા પ્રતિ બેરલ નીચે આવી ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 1991 ના ખાડી યુદ્ધ બાદ આ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે, જોકે મુખ્ય રૂપથી સાઉદી અરબ દ્વારા ઓઇલના ભાવ ઘડવાને કારણે આવ્યો છે.

એક બેરલમાં 159 લીટર ક્રૂડ ઓઇલ હોય છે.આ પ્રકારે એક લીટર ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 13-14 રૂપિયા જ્યારે એક લીટર પાણીની બોટલ માટે ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવવા પડે છે.ક્રૂડ ઓઇલને લઇને શરૂ થયેલી પ્રાઇસ વોર અને કોરોના વાયરસના પ્રકોપના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સોમવારે 30 ટકાથી વધુ ઘટાડો આવ્યો છે.

વિદેશી બજારથી ચાલનાર ક્રૂડ ઓઇલના કારોબારમાં ઘરેલૂ વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 30 ટકાથી વધુ તૂટીને 2,200 રૂપિયા પ્રતિ બેરલથી નીચે આવી ગયો છે. મલ્ટી કોમોટિડી એક્સચેંજ એટલે કે એમસીએક્સ પર ક્રૂડ ઓઇલના માર્ચ કરારમાં 997 રૂપિયા એટલે કે 31.56 ટકાનો ઘટાડા સાથે 2162 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here