ક્રૂડ ઓઇલના ભાવ $ 84 ને પાર; આજે પેટ્રોલ ડીઝલની ભાવ રહ્યા સ્થિર

ચીનમાં ફેલાયેલી કોલસાની કટોકટીની અસર ક્રૂડ ઓઇલના ભાવો પર સ્પષ્ટ દેખાય છે. બ્રેન્ટ ક્રૂડ (ક્રૂડ ઓઇલ પ્રાઇસ) 0.48 ટકા વધીને $ 84.05 થયું છે. આ સિવાય ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત $ 80 ને પાર કરી ગઈ છે. સાથે જ સ્થાનિક બજારની વાત કરીએ તો આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. IOCL ની વેબસાઇટ અનુસાર, દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં તેલના ભાવ સ્થિર છે.

ડીઝલ 10 દિવસમાં 3.30 રૂપિયા મોંઘુ થયું
તમને જણાવી દઈએ કે 1 ઓક્ટોબરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. માત્ર 4 ઓક્ટોબરે ભાવમાં કોઈ વધારો થયો ન હતો. આ સિવાય ઈંધણના ભાવમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 2.80 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. તે જ સમયે, ડીઝલ 10 દિવસમાં 3.30 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 104.44 રૂપિયા અને ડીઝલની કિંમત 93.17 રૂપિયા છે.મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.38 રૂપિયા અને ડીઝલની કિંમત 101.03 રૂપિયા છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 101.79 રૂપિયા અને ડીઝલની કિંમત 97.59 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.09 રૂપિયા અને ડીઝલની કિંમત 96.28 રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here