મંદીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા, ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ

26

પેટ્રોલ-ડીઝલની કિંમત આજે 25 જુલાઈ 2022: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. દેશની રાજધાની સહિત તમામ શહેરોમાં તેલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ સ્થાનિક બજારમાં તેલની કિંમત યથાવત છે. 22 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 21 મેના રોજ જ્યારે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, ત્યારે કિંમતોમાં ફેરફાર થયા હતા. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, આજે કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને પશ્ચિમી દેશોમાં મંદીના ભયને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ 0.98 ટકાના ઘટાડા સાથે 93.77 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે અને તે 0.77 ટકાના ઘટાડા સાથે 102.4 પર ટ્રેડ કરી રહ્યો છે.

25 જુલાઈ, 2022 ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ દરો તપાસીએ તો દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર છે જયારે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે. સાથોસાથ કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર,નોઈડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર છે,લખનૌમાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર છે,જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા પ્રતિ લીટર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here