ક્રૂડની કિંમત $95ની નીચે આવી ગઈ, આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણો

પેટ્રોલ ડીઝલના દરઃ દેશમાં સતત 78 દિવસથી પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી વખત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 22 મેના રોજ વાહન ઇંધણના ભાવમાં ઘટાડો કર્યો હતો, જ્યારે 21 મેના રોજ સરકારે પેટ્રોલ પર 6 રૂપિયા અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત નીચે આવી રહી છે, તેથી દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની આશા છે. જો કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું કહેવું છે કે તેઓ હજુ પણ પેટ્રોલના વેચાણ પર લગભગ 10 રૂપિયા પ્રતિ લિટરનું નુકસાન ભોગવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પર નજર કરીએ તો WTI ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 88.35 ડોલર અને બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને 94.24 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

ભારતના મુખ્ય શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં આજે પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે જયારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર અને કોલકાતામાં પેટ્રોલ રૂ.106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે.

બિહારના કેટલાક શહેરોની વાત કરીએ તો પટનામાં પેટ્રોલ 107.59 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 94.36 રૂપિયા પ્રતિ લીટર ભાવ ચાલી રહ્યો છે. ભાગલપુરમાં પેટ્રોલ 107.82 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 94.56 રૂપિયા પ્રતિ લીટર છે અને દરભંગામાં પેટ્રોલ રૂ.108.02 પ્રતિ લીટર, ડીઝલ રૂ.94.75 પ્રતિ લીટર ભાવ જોવા મળી રહ્યો છે જયારે મધુબનીમાં પેટ્રોલ 108.45 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 95.15 રૂપિયા પ્રતિ લીટર છે.

મધ્યપ્રદેશની વાત કરીએ તો ભોપાલમાં પેટ્રોલ 108.75 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 93.99 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે જયારે ઈન્દોરમાં પેટ્રોલ રૂ. 109.10 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.34 પ્રતિ લીટર
અને ગ્વાલિયરમાં પેટ્રોલ 108.58 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 93.84 રૂપિયા પ્રતિ લીટર છે.

રાજસ્થાનમાં જયપુરમાં પેટ્રોલ રૂ. 108.48 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 93.72 પ્રતિ લીટર છે.અજમેરમાં પેટ્રોલ 108.41 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 93.66 રૂપિયા પ્રતિ લીટર છે. બિકાનેરમાં પેટ્રોલ રૂ. 110.07 પ્રતિ લીટર, ડીઝલ રૂ 95.16 પ્રતિ લીટર છે. જ્યારે શ્રી ગંગાનગર પેટ્રોલ રૂ. 112.10 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 96.99 પ્રતિ લીટર છે.

મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નજર નાંખીએ તો મુંબઈ શહેરમાં પેટ્રોલ રૂ. 106.31 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર અને બૃહદ મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.49 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.44 પ્રતિ લીટર છે. પૂણેમાં પેટ્રોલ 105.99 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.51 રૂપિયા પ્રતિ લીટર છે. નાસિકમાં પેટ્રોલ 106.22 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 92.73 રૂપિયા પ્રતિ લીટર તો નાગપુરમાં પેટ્રોલ રૂ.106.21 પ્રતિ લીટર, ડીઝલ રૂ.92.75 પ્રતિ લીટર છે.કોલ્હાપુરમાં પેટ્રોલ રૂ. 106.75 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 93.28 પ્રતિ લીટર પાર જોવા મળી રહ્યું છે.

પંજાબમાં ચંદીગઢમાં પેટ્રોલ રૂ.96.20, ડિઝલ રૂ.84.26 પ્રતિ લીટર જયારે અમૃતસરમાં પેટ્રોલ 96.84 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 87.19 રૂપિયા પ્રતિ લીટર છે. જલંધરમાં પેટ્રોલ 96.06 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 86.44 રૂપિયા પ્રતિ લીટર અને લુધિયાણામાં પેટ્રોલ 96.81 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 87.15 રૂપિયા પ્રતિ લીટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here