વાયુ વાવાઝોડું ગુજરાતથી 640 કિલોમીટર દૂર

વાયુ વાવાઝોડુ 13 જૂનના રોજ ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકવાનું છે. આ તોફાન કેટલી તબાહી સર્જશે તો તે માલૂમ નથી, પણ હા, તે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોને ધમરોળીને મૂકશે. ગુજરાતના તટીય વિસ્તારોમાં 110-120થી લઈને મેક્સિમમ 140 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં આ વાવાઝોડુ આવવાની શક્યતા છે. ત્યારે ગુજરાત દ્વારા તોફાનને પહોંચી વળવા માટે તમામ શક્યત પગલા લેવાઈ રહ્યાં છે. ગઈકાલથી જ ગુજરાતના અનેક બંદરો પર એક નંબરનું સિગ્નલ આપી દેવાયું હતું, અને દરિયો ખેડવા ગયેલી તમામ બોટને પરત બોલાવી લેવાઈ હતી. જેથી માછીમારો તો પરત ફરી ગયા છે.

જામનગરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું
સવારે વેરાવળથી વાયુ વાવાઝોડનું અંતર 740 કિમી દૂર હતું, પણ હવે આ અંતર 690 કિલોમીટર રહી ગયું છે. જેને પગલે જામનગર સહિત તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગઈકાલે એક નંબરનું સિગ્નલ અપાયું હતું, જે હટાવીને બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. જામનગરના નવા બંદરે જેમ બી દ્વારા બે નંબરનું સિગ્નલ અપાયું છે. ગુજરાત પર તોળાતો વાયુ વાવાઝોડાનો ખતરો આગામી 36 કલાકમાં ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે.

લોકોનું સ્થળાંતર શરૂ કરાયું
વાવાઝોડાની સંભવિત અસરના પગલે મોરબી જિલ્લામાં નવલખી દરિયા કાંઠાના ૩૯ ગામના ૫૯૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. તો 160થી વધુ બોટ અને ૪૦૦૦ જેટલા માચ્છીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. સાંજ સુધીમાં એનડીઆરએફની એક ટીમ મોરબીમાં પહોંચશે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. તો હાલ અમરેલીના દરિયામાં મોજા ઊંચે ઉછળી રહ્યાં છે. અહીં એક નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here