જાન્યુઆરી 2022 સુધીમાં ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા બમણી કરવાની ડાલમિયા ભારત શુગરની યોજના

ડાલમિયા ભારત શુગર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાન્યુઆરી 2022 સુધીમાં ઇથેનોલ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 150 મિલિયન લિટર કરવાની યોજના ધરાવે છે. કંપની હાલમાં વાર્ષિક 80 મિલિયન લિટર ઇથેનોલનું ઉત્પાદન કરે છે.

ઇથેનોલ ઉત્પાદન ક્ષમતામાં આ વધારો કંપનીના જવાહર પુર, નિગોહી (બંને ઉત્તરપ્રદેશમાં) અને કોલ્હાપુર (મહારાષ્ટ્ર) પ્લાન્ટમાં કરવામાં આવશે, એમ કંપનીએ મંગળવારે એક રિલીઝમાં જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના રામગઢ ખાતે એક નવી ડિસ્ટિલરી સ્થાપવામાં આવશે એમ પણ કંપનીએ જણાવ્યું છે.

કંપનીએ કહ્યું છે કે તેની યોજના પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વર્તમાન આઠ ટકાથી 2025 સુધીમાં 20 ટકા સુધી વધારવાના સરકારના નિર્ણય સાથે સુસંગત છે. આનાથી ભારતમાં ઓટોમોટિવ ઉદ્યોગને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે તેમજ સાકરની નિકાસને સબસિડી આપવાના પડકારનો સામનો કરવામાં સરકારને મદદ મળશે. વિશ્વ વેપાર સંગઠનના નિયમો હેઠળ, ભારત 2023 પછી ખાંડની નિકાસ પર સબસિડી આપી શકશે નહીં.

કંપનીનું કહેવું છે કે ઇથેનોલની માંગમાં વધારાને કારણે સુગર કંપનીઓને આ બાયો-ફ્યુઅલના ઉત્પાદનમાં તેમના ઉત્પાદનોનો ઉપયોગ કરવાની તક મળશે.આનાથી શુગર ઉદ્યોગને ફાયદો થશે અને આગામી 4-5 વર્ષમાં માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન રહેશે.
ઇથેનોલ ક્ષમતામાં વધારા સાથે, કંપની ઇથેનોલ ઉત્પાદનમાં આશરે 150 લાખ ટન ખાંડનો વપરાશ કરશે. હાલમાં તે 60,000 ટન ખાંડની માલ ઇથેનોલના ઉત્પાદનમાં ફેરવી રહી છે.

વર્તમાન સિઝનમાં, દાલમિયા ભારત શુગર દ્વારા અત્યાર સુધી (31 મે, 2021 સુધી) 66,000 ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે. તેને પાછલી સીઝનમાં 1,92,000 ટન ખાંડની નિકાસ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here