ડીસીએમ શ્રીરામ આગામી દિવસોમાં દરરોજનું 5000 ટન શેરડીનું પીલાણ કરશે

688

ખાંડ કંપની ડીસીએમ શ્રીરામના ચેરમેન અજય શર્માએ જણાવ્યું હતું કે 40,000 ટન ખાંડની નિકાસ માટેના કોન્ટ્રેક્ટ કરી લીધા છે અને કંપનીને આપવામાં આવેલો 92,000 ટન ક્વોટા પણ આગામી એપ્રિલ -મેં મહિના સુધીમાં પૂરો કરી દેવામાં આવશે. તેમને ભારત સરકારની પણ પ્રશંશા કરતા જણવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારે ખાસ કરીને ઈથનોલની બાબતમાં જે પગલાં લીધા છે અને મિલરોના પ્રશ્નો અંગે પણ ધ્યાન આપ્યું છે તે આવકાર્ય છે.

જોકે કંપનીની માંગ છે કે ખાંડનો જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ 29 રૂપિયા નક્કી કરવામાં આવી છે તેમાં વધારો કરવામાં આવે જેથી કરીને ખાંડ બનાવતી કંપનીઓને પરવડી શકે.

ડીસીએમ શ્રીરામ સુગર બિઝનેસને લઈને ભારે ઉત્સાહી છે અને આગામી દિવસોમાં 660 કરોડનો એક્સપાન્શન પ્લાન કંપની કરી રહી છે જેમાં શેરડીના પીલાણની કેપેસીટી પણ વધારીને દરરોજની 5000 મિલિયન ટન કરવામાં આવશે। સાથોસાથ દરરોજની 200 કિલો લીટરની ડિસ્ટીલરી અને 30 MW નો કો જનરેશન પાવર કેપેસીટી પ્લાન્ટ પણ સામેલ છે.

“અમે ટૂંક સ્માયમાં પ્રીમિયમ રિફાઇન્ડ સુગરનું ઉત્પાદન કરવા માટે 5000 ટન શેરડીના ક્રશિંગ માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ.અને સાથોસાથ અહીં 200 કિલો લિટર ઈથનોલ દરરોજ ઉત્પાદિત કરવાની યોજના પણ છે અને તે આગામી ઓક્ટોબર સુધીમાં ઓપેરેશનલ પણ થઇ જશે તેમ કંપનીના ચેરમેન અજય શર્માએ જણાવ્યું હતું તેમેં જણાવ્યું હતું કે કંપની આ માર્કેટિંગ વર્ષ દરમિયાન 70 થી 75 લાખ કવીન્ટલ ખાંડનું ઉત્પાદન કરવા જઈ રહી છે જે ગયા વર્ષે 66 લાખ કવીન્ટલ હતું.

એરીયર્સ અંગે બોલતા કંપનીએ જણાવ્યું હતું કે કંપનીને હાલ ખેડૂતોને શેરડીના પીલાણના 250 કરોડ રૂપિયા ચુકવવાના છે તે રકમ પણ ટૂંક સમયમાં ભરપાઈ કરી દેવામાં આવશે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here