દિલ્હીમાં કોરોના અને ઓમીક્રોનના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4 હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે અને આજરોજ 5500 કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે આ બધા સંજોગોમાં દિલ્હીમાં વિક એન્ડ કર્ફ્યુ લગાડવાનું નક્કી કરવામાં આવી છે. દિલ્હીમાં શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકએન્ડ કર્ફ્યુ લાગુ રહેશે.
દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મંગળવારે ડીડીએમએની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન કોરોના સંક્રમણને રોકવા માટે લેવાતા પગલાં પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વીકએન્ડ કર્ફ્યુના નિર્ણય વિશે માહિતી આપી હતી. આ સિવાય દિલ્હી સરકારે પણ આ પગલાં લીધા છે.શુક્રવાર રાત થી સોમવારે સવાર સુધી કરફ્યુ લાદવામાં આવેલ છે.
સિસોદિયાએ કહ્યું, “દિલ્હીમાં સપ્તાહના અંતે કર્ફ્યુ રહેશે. લોકો બહાર ન નીકળે તે જરૂરી છે.તેઓએ જણાવ્યું હતું કે ખૂબ જરૂર હોય ત્યારે જ બહાર નીકળો.તમામ સરકારી કચેરીઓમાં, આવશ્યક સેવાઓ સિવાય, બાકીના કર્મચારીઓને ઓનલાઈન,વર્ક ફ્રોમ હોમ કામ કરવામાં આવશે.ખાનગી ઓફિસમાં 50% કર્મચારીઓ સાથે ઓફીસ ખુલ્લી રાખી શકાશે.
બસ સ્ટેન્ડ પર ભીડ જોવા મળી રહી છે. મેટ્રોમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં બસ અને મેટ્રો સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે. પરંતુ માસ્ક વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ પહેલેથી જ લાગુ છે.